Properties e-auction: સાવ સસ્તામાં શાનદાર ઘર લેવાની છે ઈચ્છા? વધુ વિગતો માટે કરો ક્લિક

તમારી પાસે સસ્તામાં સારી પ્રોપર્ટી ખરીદવાની સુવર્ણ તક આવી છે.

નવી દિલ્હી: તમારી પાસે સસ્તામાં સારી પ્રોપર્ટી ખરીદવાની સુવર્ણ તક આવી છે. દેશની પહેલી અને બીજા નંબરની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેન્ક (PNB) રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી (residential and commercial property auction) ની હરાજી કરવા જઈ રહ્યા છે. આ હરાજીમાં ખરીદનારાઓને બજાર ભાવથી ખુબ જ ઓછા ભાવે પ્રોપર્ટી મળી શકે છે. લોન નહીં ચૂકવી શકનારા લોકોની પ્રોપર્ટી SBI, PNB હરાજી કરી નાખે છે. આ હરાજીમાં ભાગ લેવા માંગતા હોવ તો તમારે તે માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તમે ઘરે બેઠા પ્રોપર્ટી માટે બોલી લગાવી શકો છો. 

PNB: સસ્તામાં પ્રોપર્ટી લેવાની તક

1/5
image

પંજાબ નેશનલ બેન્ક તરફથી ઈ-નીલામી(PNB e-auction)ની શરૂઆત 29 ડિસેમ્બરના રોજ થઈ રહી છે. જે અંગે બેન્કે ટ્વીટ કરીને જાણકારી આપી છે. PNB એ પોતાની ટ્વીટમાં જણાવ્યું કે પ્રોપર્ટીઝની વધુ જાણકારી  https://ibapi.in/ પર મળી જશે. 

SBI ની હરાજી 30 ડિસેમ્બરે

2/5
image

આ અગાઉ SBI તરફથી પણ અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીની હરાજીને લઈને જાણકારી આપવામાં આવી હતી. SBIએ ટ્વીટ કરીને હરાજી  અંગે જાણકારી આપી છે. ટ્વીટ મુજબ આ હરાજી 30 ડિસેમ્બરે એટલે કે બુધવારે થવા જઈ રહી છે. આ અંગે બેન્કે કાયદેસર રીતે અલગ અલગ અખબારોમાં પણ જાહેરાત આપેલી છે. SBI ઈ હરાજી દ્વારા અપાયેલી સંપત્તિઓમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક એમ તમામ પ્રકારની પ્રોપર્ટીઓ સામેલ છે. 

આ રીતે લગાવી શકો છો બોલી

3/5
image

આ બોલી સંપૂર્ણ રીતે ઓનલાઈન હશે. જો તમે પણ આ ડિજિટલ હરાજીમાં બોલી લગાવવા માંગતા હોવ તો તે માટે તમારે સૌથી  પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ  KYC માટે પેપર્સ અપલોડ કરવા પડશે. વેરિફિકેશન પૂરું થયા બાદ ઓનલાઈન ચલણ ભરવું પડશે. ત્યારબાદ જ તમે ઓનલાઈન બોલી લગાવી શકશો. 

આ પ્રોપર્ટીઝની થશે હરાજી

4/5
image

હકીકતમાં બેન્કોની હરાજીમાં એવી પ્રોપર્ટી મૂકવામાં આવે છે જેની લોન ચૂકવી શકાઈ નથી અથવા તો ડિફોલ્ટ કરવામાં આવ્યા છે. બેન્કો તરફથી સમયાંતરે આ પ્રકારે પ્રોપર્ટીની હરાજી થતી રહે છે. આ પ્રક્રિયા હંમેશા ચાલતી રહે છે આથી ભારતીય બેન્ક હરાજી સંપત્તિ સૂચના  (IBAPI) પોર્ટલ (https://ibapi.in/) ની રચના ઈન્ડિયા બેન્ક્સ એસોસિએશન તરફથી કરવામાં આવી છે. જો કોઈ બેન્ક હરાજીની પ્રક્રિયા યોજે તો તેની જાણકારી અહીં આપવામાં આવે છે. આ એક કોમન પ્લેટફોર્મ છે. 

હરાજી માટેની સંપત્તિની વિગતો

5/5
image

IBAPI પોર્ટલ પર ઉપલબ્ધ જાણકારી મુજબ 3747 રેસિડેન્શિયલ પ્રોપર્ટી, 958 કોમર્શિયલ પ્રોપર્ટી, 532 ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી, 8 એગ્રીકલ્ચરલ પ્રોપર્ટી, 30 પ્રોપર્ટી ઓવસ સ્ટેટ ઉપલબ્ધ છે. 12 બેન્કો તરફથી આ પ્રોપર્ટીની હરાજી આયોજિત કરાયેલી છે.