અરુણાચલ પ્રદેશમાં ચીન બોર્ડર પર બની રહી છે સેલા ટનલ, તવાંગથી ચીન સરહદ સુધીનું અંતર 10 કિમી ઓછું થઈ જશે

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોતાના 2018-19ના બજેટમાં સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે 13,700 ફૂટની ઉંચાઈ પર સેલા ટનલ બનાવવામાં આવી રહી છે.

Oct 16, 2021, 04:31 PM IST
  • અરુણાચલમાં ચીન બોર્ડર પર બની રહી છે સેલા ટનલ
  • શરૂ થશે અંતિમ તબક્કાનું કામકાજ
  • ચીન સાથે તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે મહત્વની પરિયોજના

નવી દિલ્લી: અરુણાચલ પ્રદેશમાં બહુચર્ચિત અને ભારતની સુરક્ષાાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવતી સેલા ટનલના અંતિમ તબક્કાનું કામકાજ શરૂ થઈ ગયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓનલાઈન માધ્યમથી આ પરિયોજનાના અંતિમ તબક્કાને લીલી ઝંડી આપી અને ટનલમાં એક વિસ્ફોટની સાથે અંતિમ તબક્કાનું કામકાજ શરૂ થઈ ગયું છે.

1/5

સેલા ટનલનો અંતિમ તબક્કો

સેલા ટનલનો અંતિમ તબક્કો

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોતાના 2018-19ના બજેટમાં સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે 13,700 ફૂટની ઉંચાઈ પર સેલા ટનલ બનાવવામાં આવી રહી છે. હવે જોતાં જોતાં તે પરિયોજના પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષ 2022 સુધી તેને પૂરી કરી લેવામાં આવશે.

2/5

13,000 ફૂટની ઉંચાઈએ ટનલ

13,000 ફૂટની ઉંચાઈએ ટનલ

બીઆરઓ એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવી રહેલ સેલા ટનલ પૂરી થવાથી તે 13,000 ફૂટથી વધારેની ઉંચાઈ પર દુનિયાની સૌથી લાંબી બે લેનવાળી રોડ ટનલ બની જશે. તેનું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે સ્નો લાઈનથી ઘણો નીચે છે. જે તેને બધી સિઝન દરમિયાન સુલભ બનાવે છે.

3/5

શું છે સેલા ટનલની વિશેષતા

શું છે સેલા ટનલની વિશેષતા

સોલા ટનલની વિશેષતાને આ વાતથી સમજી શકાય છે કે આ ટનલ પૂરી થતાં તવાંગ દ્વારા ચીન સરહદ સુધીનું અંતર 10 કિલોમીટર ઓછું થઈ જશે. તે ઉપરાંત અસમના તેજપુર અને અરુણાચલના તવાંગમાં સેનાના જે ચાર કોર મુખ્યાલય આવેલા છે તેની વચ્ચેનું અંતર પણ લગભગ એક કલાક ઓછું થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટનલના કારણે બોમડિલા અને તવાંગની વચ્ચે 171 કિલોમીટરનું અંતર  ઘણું સુલભ બની જશે અને દરેક સિઝનમાં ઓછા સમયમાં ત્યાં પહોંચી શકાશે.

4/5

સેના માટે સેલા ટનલ કેટલી ઉપયોગી

સેના માટે સેલા ટનલ કેટલી ઉપયોગી

સેલા ટનલને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. કેમ કે તેના દ્વારા હવે તવાંગમં સેનાની અવરજવર ઘણી સરળ બની જશે. જે સમયે ચીન સાથે સંબંધો તણાવપૂર્ણ ચાલી રહ્યા છે. સતત ચીન તરફથી ગીદડ ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં આ ટનલનું ઝડપથી પૂરું થઈ જવું જરૂરી છે. આ પરિયોજનામાં રાષ્ટ્રીય રાજમાર્ગ સુધી સિંગલ પટ્ટીને ડબલ લેનમાં પરિવર્તિત કરવાનો સમાવેશ થાય છે. તેમાં સેલા-છબરેલા રિઝ દ્વારા 475 મીટર અને 1790 મીટર લાંબી બે ટનલને નૂરાંગ તરફથી હાલના બાલીપરા-ચૌદુર-તવાંગ રોડથી જોડવાની યોજના છે. આવું થતાં જ ખરાબ હવામાન કે બરફવર્ષા દરમિયાન સેનાની અવરજવર પ્રભાવિત નહીં થાય અને ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાશે.

5/5

માત્ર સુરક્ષા નહીં પ્રવાસનને પણ લાભ થશે

માત્ર સુરક્ષા નહીં પ્રવાસનને પણ લાભ થશે

ટનલનું નિર્માણ 1 એપ્રિલ 2019માં શરૂ થયું હતું. જેમાં પહેલો વિસ્ફોટ 31 ઓક્ટોબર 2019માં થયો હતો. કોવિડ-19 પ્રતિબંધો અને પ્રતિકૂળ હવામાન હોવા છતાં પરિયોજના નિર્ધારિત સમયથી ઝડપી ચાલી રહી છે. તે જૂન-ઓગસ્ટ 2022માં પૂરી થવાની શક્યતા છે. ટનલ તવાંગની પ્રવાસન ક્ષમતામાં વધારો કરશે અને વધારે પ્રવાસીઓને આકર્ષિત કરશે. ટનલના કારણે ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક વધારે લોકપ્રિય સ્થળ બની જશે. તેનાથી માત્ર સુરક્ષા જ નહીં પરંતુ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં પણ યોગદાન મળવાની આશા છે.