વેનિસમાં હોલીડે એન્જોય કરી રહી છે સુહાના ખાન, VOGUE ફોટોશૂટ માટે થઈ હતી ખુબ ટ્રોલ

Aug 10, 2018, 03:06 PM IST

બોલિવૂડ અભિનેત્રી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પોતાની સ્ટાઈલ, હોલીડે અને ફોટોઝને લઈને હંમેશા મીડિયામાં ચર્ચામાં રહે છે. 

1/7

shahrukh khans daughter suhana khan

shahrukh khans daughter suhana khan

બોલિવૂડ અભિનેત્રી શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પોતાની સ્ટાઈલ, હોલીડે અને ફોટોઝને લઈને હંમેશા મીડિયામાં ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં VOGUE મેગેઝીનના શૂટને લઈને સુહાના ચર્ચામાં હતી. 18 વર્ષની સુહાના હાલ તેના મિત્રો સાથે વેનિસમાં રજાઓ ગાળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર સુહાનાના એક ફેનપેજે આ તસવીરો શેર કરી છે. 

2/7

suhana khan holidaying in Venice

suhana khan holidaying in Venice

આ હોલી ડે અગાઉ સુહાના સમગ્ર ખાન પરિવાર સાથે રજાઓ ગાળતી જોવા મળી રહી હતી. રજાઓમાં સુહાના સાથે બંને ભાઈ આર્યન અને અબ્રાહમ તથા શાહરૂખ અને ગૌરીખાન હતાં. ખાન ફેમિલીના વેકેશનના ફોટા ખુબ વાઈરલ થયા હતાં. 

3/7

suhana khan holidaying in venice with friends

suhana khan holidaying in venice with friends

અત્રે જણાવવાનું કે વોગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં સુહાનાએ કહ્યું હતું કે મને આ કવર શૂટ કરતા ખુબ મજા પડી હતી. ખાસ કરીને એ ભાગ, જેમાં મારે ડાન્સ કરવાનો હતો. મને ડાન્સ કરવો ખુબ ગમે છે અને તેમાં ખુબ મજા આવી. હું ખુબ ખુશ હતી જ્યારે મારા પેરેન્ટ્સ મારી પાસે તે લઈને આવ્યાં. હું તરત જ હા પાડવા માંગતી હતી પરંતુ તેમણે મને તે વિશે વિચારવાનું કહ્યું. તેઓ ઈચ્છતા હતાં કે આ પ્રોજેક્ટ હું કોન્ફિડન્સ મેળવું, ગુમાવું નહીં. 

4/7

Photos of suhana khan holidaying in venice

Photos of suhana khan holidaying in venice

સુહાના હાલ ઈંગ્લેન્ડમાં ભણે છે. શાહરૂખ ખાનનો પુત્ર અને સુહાનાનો ભાઈ આર્યન હાલ લોસ એન્જલસમાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે. સુહાના અભ્યાસ બાદ લોસ એન્જલસમાં ભાઈ સાથે એક્ટિંગના એક શોર્ટ કોર્સની તૈયારીઓ કરી રહી છે. 

5/7

Photos of suhana khan for vogue Shoot

Photos of suhana khan for vogue Shoot

પોતાની એક્ટિંગ કેરિયર પર સુહાનાએ કહ્યું કે મેં ક્યારેય આ અંગે ફેસલો લીધો નહતો. હું શરૂઆતથી જ ધીરે ધીરે આ દિશામાં વધી રહી હતી. પરંતુ મારા મમ્મી પપ્પાને આ અહેસાસ ત્યારે થયો જ્યારે તેમણે મારું પહેલું પર્ફોર્મન્સ જોયું. 

6/7

Suhana Khan Shoot for vogue

Suhana Khan Shoot for vogue

આ બાજુ શાહરૂખે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે ભલે ગમે તે થાય, તેઓ તેની પુત્રી સુહાનાને એક સ્ટાર લોન્ચ નહીં આપે. શાહરૂખનું માનવું છે કે સુહાના એ વાયદા પર તૈયારી નથી કરી રહી કે તેને કોઈ ફિલ્મમાં ભાગ મળશે. તે એક સારી એક્ટર બનવાની તૈયારીઓ કરી રહી છે, અને આ વાત તે જાણે છે. હું હંમેશા કહેતો રહું છું કે હું તેમને એક સ્ટારની જેમ ડિઝાઈન કરવા માંગતો નથી. હું તેમને ત્યારે લોન્ચ કરવા માંગુ છું જ્યારે તેઓ એક એક્ટર તરીકે યોગ્ય રીતે તૈયાર થઈ જાય.

7/7

Vogue Shoot of Suhana Khan

Vogue Shoot of Suhana Khan

આ દરમિયાન એવા અહેવાલો છે કે સુહાના બહુ જલદી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. ખાન ફેમિલીના નજીકના ફ્રેન્ડ કરમ જૌહરે સુહાનાને લોન્ચ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બાજુ બોલિવૂડના અન્ય એક ઉત્તમ ડાઈરેક્ટરમાંના એક સંજય લીલા ભણસાલીએ પણ સુહાનાને લોન્ચ કરવાનું મન બનાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શાહરૂખ પુત્રીને કોના બેનર હેઠળ લઈને બોલિવૂડમાં પ્રવેશ કરાવશે. (તસવીરો સાભાર: Instagram/Suhanafanclub)