અરબી સમુદ્રમાં કેટલે પહોંચ્યું વાવાઝોડુ, ક્યારે અને કેવી રીતે ત્રાટકશે, આવી ગયા હવામાનના લેટેસ્ટ અપડેટ
Cyclone Shakti Alert : અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આજે લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. જે ડિપ્રેશન બાદ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનશે. ડીપ ડિપ્રેશન સાયક્લોન બને તેવી સંભવિત પરિસ્થતિ ઉદભવી છે. પરંતું આ સ્થિતિ ગુજરાત માટે ભયાનક બની રહેશે. જોકે, થોડા રાહતના સમાચાર એ પણ છે કે વાવાઝોડાના રૂટમાં ફેરફાર થયો છે.
આ તારીખે બનશે વાવાઝોડું - આગાહીકાર અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, 23 થી 25 મે સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. આંધી અને વંટોળ સાથે વરસાદ રહેશે. અરબાસાગરમાં લૉ પ્રેશર બનતા મુંબઈ ગોવાના ભાગોમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. વાવાઝોડાની પ્રક્રિયા 25-26 પછી સમુદ્રમાં વધશે. 27 મે થી 29-20 મે સુધી ચક્રવાત બનવાની શક્યતા છે.
ચક્રવાતની અસર કોને વધારે થશે
તેમણે કહ્યું કે, ચક્રવાતના અસરના કારણે મુંબઈ મહારાષ્ટ્રમાં 15 ઇંચ વરસાદ રહેશે. તો વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં બે ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે આંધી વંટોળ સાથે 24 થી 28 સુધીમાં ભારે વરસાદ રહેશે.
ચક્રવાતને કારણે ચોમાસું વહેલું આવશે
29-30 સુધીમાં ગુજરાતનાં વાતાવરણમાં મોટો પલટો આવશે. આ વખતે ચોમાસું 27 સુધીમાં કેરળ કાંઠે પહોંચી જશે. જો કે તે પૂર્વે 23-24 મે સુધીમાં કેરળ કાંઠે ચોમાસુ પહોંચી જવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં આગાહી
સિસ્ટમના પગલે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આવી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ તો કેટલાકમાં યેલો અલર્ટ છે. આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે.
અમદાવાદ-ગાંધીનગરમાં પણ આવશે વરસાદ
રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી આવી છે.
સરકારે એલર્ટ રહેવા તંત્રને સૂચના આપી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ એલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે.
અંબાલાલ પટેલે શું કહ્યું...
ચક્રવાત અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. જે 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે. આ સમય દરમિયાન 60-70 કિમીની ઝડપે પવન ફુંકાશે. શરૂઆતમાં દરિયામાં પવન 50-60 કિમીનો પવન ફૂંકાશે. ધીરે ધીરે પવનની ગતિ 100 કિમી પર પહોંચશે. 23-24-25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે. 26 મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર 31 મે સુધી રહેશે. રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે. આ વરસાદ ભારે ગાજવીજ અને કડાકા ભડાકાવાળો રહેશે. જમીનની સ્તરે પર પવનની ગતિ 35-50 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની ગતિ એટલી તેજ રહે છે કાચા મકાનના છાપરા ઉડી જાય અને ઘેટા બકરાના બચ્ચા ફંગોળાઈ જાય. આ ચક્રવાતના કારણે આજકાલમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચી જશે.
Trending Photos