30 વર્ષ બાદ બનશે શનિ-રાહુનો ખતરનાક પિશાચ યોગ, 3 રાશિવાળા સાચવીને રહેજો, નહીં તો ઉપાધિના પોટલા આવશે!

વૈદિક જ્યોતિષ મુજબ શનિ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ રાહુ બિરાજમાન છે અને 18મી મે સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ ફરી કુંભ રાશિમાં પ્રવેશી જશે. આવામાં માર્ચ મહિનાના અંતથી લઈને મેના કેટલાક દિવસો સુધી આ રાશિવાળાઓએ વધુ સાવધ રહેવાની જરૂર છે. 

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ નવગ્રહો એક ચોક્કસ સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે અને તેની અસર તમામ રાશિઓ પર જોવા મળતી હોય છે. નવગ્રહોમાં શનિ સૌથી વધુ પ્રભાવશાળી ગ્રહ ગણાય છે. જે  જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ જલદી મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ પાપી ગ્રહ રાહુ બિરાજમાન છે. આવામાં રાહુ અને શનિની યુતિથી વિનાશકારી પિશાચ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ અશુભ યોગ બનવાથી કેટલાક રાશિવાળાએ ખુબ સંભાળીને રહેવાની જરૂર છે. રાહુ-શનિની યુતિથી બનેલો પિશાચ યોગ કોને નડી શકે છે તે ખાસ જાણો. 

મીન રાશિ

2/5
image

મીન રાશિના લગ્ન ભાવમાં પિશાચ યોગ બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પેદા થઈ શકે છે. જીવનમાં સુખ અને શાંતિની કમી જોવા મળી શકે છે. શારીરિક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે. આ સાથે જ કોઈ કાર્યક્ષેત્રમાં તમારા કામથી મતલબ રાખો, કારણ કે બીજાની વાતોમાં આવવાથી કે પછી કોઈમાં વચ્ચે પડવાથી તમારું જ નુકસાન થઈ શકે છે. બિઝનેસના ક્ષેત્રમાં પણ તમને ખુબ લાભ મળી શકે છે. ધન સંબંધિત કોઈ પણ પ્રકારના નિર્ણય થોડા સમજી વિચારીને કરો. કારણ કે તેનાથી તમને ખુબ નુકસાન થઈ શકે છે. પરિવારના મામલાના કારણે તમે થોડા તણાવમાં રહી શકો છો.   

સિંહ રાશિ

3/5
image

આ રાશિના અષ્ટમ ભાવમાં પિશાચ યોગ બની રહ્યો છે. શનિના આ રાશિમાં આવતા જ કંટક શનિની પનૌતી પણ શરૂ થઈ રહી છે. આવામાં આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું પૂરેપૂરું ધ્યાન રાખવાની જરૂર છે. કોઈ જૂની બીમારી ઉથલો મારી શકે છે. ફાલતું ખર્ચાથી બચો નહીં તો કરજમાં ડૂબશો. કોર્ટ કચેરીના કામોમાં પણ થોડી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ખર્ચાઓમાં અપ્રત્યાશિત વધારો જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ થોડો ઉતાર ચડાવ જોવા મળી શકે. પરંતુ તમે મહેનત કરશો તો જરૂર સફળતા મળશે. 

વૃષભ રાશિ

4/5
image

29 માર્ચના રોજ શનિ જ્યારે આ રાશિમાં આવશે તો પંચમ ભાવમાં પિશાચ યોગનું નિર્માણ થશે. આવામાં આ રાશિના જાતકોએ કેટલાક પેટના દુખાવાની સાથે બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવની સાથે સાથે તમારી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે. મિત્રો સાથે કોઈ પણ વાત અંગે અણબનાવ થઈ શકે છે. પંચમ ભાવ સંતાનનો પણ ભાવ હોય છે. આવામાં સંતાન સંબંધિત સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓએ થોડા સંભાળીને રહેવાની જરૂર છે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.