શનિ બનાવશે અત્યંત પાવરફૂલ યોગ, 18મી મેથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો!

Shani Budh Ardhakendra Yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ મે મહિનામાં બુધ અને શનિ એકબીજાથી 45 ડિગ્રી પર હશે. જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થશે. જેનાથી 3 રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. 

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમં ન્યાયના દેવતા શનિ સૌથી શક્તિશાળી અને ક્રૂર ગ્રહોમાંથી એક ગણાય છે. જે એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. લગભગ 30 વર્ષ બાદ શનિએ 29 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કર્યો. બીજી બાજુ ગ્રહોના રાજકુમાર બુધ હાલ મેષ રાશિમાં છે. 18મી મેના રોજ સાંજે 5.14 કલાકે બુધ અને શનિ એક બીજાથી 45 ડિગ્રી પર હશે. જેનાથી અર્ધકેન્દ્ર યોગ બનશે. આ યોગનું નિર્માણ  થવાથી કેટલીક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...  

વૃષભ રાશિ

2/5
image

વૃષભ રાશિના જાતકો માટે શનિ બુધનો અર્ધકેન્દ્ર યોગ લાભકારી નીવડી શકે છે. આ રાશિના જાતકો પર બંને ગ્રહોની વિશેષ કૃપા રહી શકે છે. આવામાં આ રાશિનાજાતકોના અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. આ સાથે જ આર્થિક સ્થિતિ સારી રહેશે જેનાથી કરજથી પણ છૂટકારો મળશે. જીવનમાં ખુશીઓ દસ્તક દઈ શકે છે. સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કરનારા જાકોને પણ ખુબ લાભ મળી શકે છે. નવી નોકરીની શોધ કરતા લોકોને સફળતા મળી શકે છે. પ્રગતિ સાથે પગાર વધારાના પણ યોગ બની રહ્યા છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ યોગ લકી સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સફળ થઈ શકે છે. બિઝનેસમાં પણ લાભના યોગ છે. 

મીન રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ લકી સાબિત થઈ શકે છે. જીવનમાં ખુશીઓની દસ્તક થઈ શકે છે. પરિવાર અને પાર્ટનર સાથે સારો સમય પસાર થઈ શકે છે. કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. સાસરી પક્ષથી લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ સંપત્તિ, પ્રોપર્ટી ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. આ સાથે જ સ્વાસથ્ય સારું રહેશે. વાણી અને વાતો દ્વારા અનેક લોકો પર પ્રભાવ નાખી શકો છો. 

કર્ક રાશિ

4/5
image

કર્ક રાશિના જાતકો માટે પણ બુધ અને શનિનો અર્ધકેન્દ્ર રાજયોગ લકી સાબિત થઈ શકે છે. ફ્રીલાન્સ, મીડિયા, માર્કેટિંગ સંલગ્ન જાતકોને ખુબ સારો લાભ થઈ શકે છે. જીવનમાં કોઈ મોટી ખુશીનું આગમન  થઈ શકે છે. સંચાર કૌશલમાં પણ તેજીથી વૃદ્ધિ થઈ શકે છે તથા નોકરીયાત જાતકોને ખુબ સફળથા મળી શકે છે. અનેક નવી તકો મળી શકે છે. તર્ક વિતર્ક કરવાની ક્ષમતામાં વધારો જોવા મળી શકે છે. તમે ઓછા અંતરની અનેક મુસાફરી કરી શકો છો. તેનાથી તમને લાભ મળી શકે છે. વિદેશ જવાની તક મળી શકે છે. માતા સાથે સારો સમય વીતશે. ઘરનો માહોલ સારો રહેશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.