Shadashtak Yog 2025: શનિ અને બુધ ગ્રહ વચ્ચે બની ગયો ષડાષ્ટક યોગ, દિવાળી પહેલા જ 3 રાશિવાળાઓ પર થશે ધનનો વરસાદ
Shadashtak Yog 2025: 5 ઓક્ટોબર 2025 થી શનિ અને બુધ વચ્ચે શક્તિશાળી ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. આ લકી રાશિઓ કઈ છે અને કેવો લાભ થશે ચાલો જાણીએ.
ષડાષ્ટક યોગ 2025

5 ઓક્ટોબર 2025 થી શનિ અને બુધ એકબીજા સાથે ષડાષ્ટક યોગ બનાવશે. ષડાષ્ટક યોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે બે ગ્રહ એકબીજાથી છઠ્ઠા અને આઠમાં ભાવમાં સ્થિત. હાલ આ સ્થિતિમાં ન્યાય અને કર્મ ફળના દાતા શનિ અને વાણી તેમજ બુદ્ધિના કારક બુધ ગ્રહ છે.
5 ઓક્ટોબર 2025 રવિવાર

બુધ ગ્રહ તુલા રાશિમાં છે અને મીન રાશિમાં શનિ છે એકબીજાથી તેઓ 150° પર હોય ષડાષ્ટક યોગ બની રહ્યો છે. જેનો પ્રભાવ ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે. 5 ઓક્ટોબર અને રવિવારથી આ રાશિના લોકોના ગોલ્ડન ટાઈમ શરૂ થશે.
મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આ યોગ શુભ સિદ્ધ થશે. સૌભાગ્ય વધશે અને અચાનક ઘન લાભના રસ્તા ખુલશે. લાંબા સમયથી અટકેલી યોજના પર કામ કરવાની તક મળશે. આર્થિક તંગી દૂર થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. વેપારમાં લાભની તક પ્રાપ્ત થશે.
મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શનિ અને બુધનો ષડાષ્ટક યોગ અતિશુભ સિદ્ધ થશે. સંપત્તિ વધશે અને પરિવારમાં સુખ-શાંતિ આવશે. જીવનસાથી સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો ખતમ થશે. નવી પ્રોપર્ટી ખરીદવાના રસ્તા ખુલશે. નોકરીમાં આવતી બાધાનો અંત આવશે. માનસિક શાંતિ મળશે.
મીન રાશિ

મીન રાશિના લોકો માટે પણ આ યોગ સારો સમય લઈને આવશે. કરિયરમાં પ્રગતિ થશે આર્થિક સંગી દૂર થશે. સ્વાસ્થ્ય સુધરશે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને સમાજમાં સન્માન પણ વધશે. આ સમય દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સરળતા રહેશે. અટકેલું ધન પરત મળી શકે છે અને અટકેલા કામ પણ ઝડપથી પૂરા થશે.

Trending Photos




