કર્મફળદાતા શનિ ડબલ પાવરફૂલ થઈને ગતિ કરવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.
1/5વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને સમય સમય પર પાવરફૂલ થાય છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળતો હોય છે. અત્રે જણાવવાનું કે કર્મફળદાતા અને ન્યાયના દેવતા શનિદેવ હાલ મીન રાશિમાં ગોચર કરે છે. આ સાથે જ વક્રગતિથી પણ ભ્રમણ કરી રહ્યા છે. શનિદેવ 27 સપ્ટેમ્બરે શનિવારે બમણા પાવરફૂલ થશે. કારણ કે શનિ પર સૂર્યદેવની દ્રષ્ટિ પડશે. આવામાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકીશકે છે. આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે.
2/5વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનો ડબલ પાવરફૂલ ગતિથી ભ્રમણ કરવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ભાગ્ય અને કર્મના ભાવના સ્વામી થઈને લાભ સ્થાન પર સ્થિત છે. આ સમયમાં તમારી આવકમાં વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં લાભ થઈ શકે છે. તકનો લાભ ઉઠાવવામાં સફળ રહેશો. રોકાણથી લાભ થઈ શકે છે. નવી વેપારી ડીલ થઈ શકે છે.
3/5શનિદેવનું ડબલ પાવરફૂલ થવું એ મિથુન રાશિના જાતકો માટે શુભદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. કામકાજમાં બાધાઓ દૂર થશે. પરિવારનો પૂરો સાથ મળશે. સંપત્તિ તથા વાહન ખરીદવાની યોજના ઘડી શકો છો. નોકરીયાતોને કાર્યસ્થળે નવી જવાબદારી મળી શકે છે.
4/5વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ શનિદેવનો ડબલ પાવરફૂલ લાભકારી સિદ્ધિ થઈ શકે છે. આ દરમિયાન તમને કોઈ પ્રોપર્ટી અને સંપત્તિ ખરીદી શકો છો. નવી નોકરીની તક મળી શકે છે. વેપાર કરનારાઓને સારો ફાયદો થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધનની બચત કરવામાં સફળ રહેશો. વિચારેલી યોજનાઓ સફળ થશે. ઈચ્છાઓ પૂરી થશ. શનિદેવ તમારી રાશિથી ત્રીજા અને ચતુર્થ સ્થાનના સ્વામી છે. આથી આ સમયમાં તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનોનો સાથ મળશે.
5/5અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.