શનિ કુંભમાંથી નીકળતાની સાથે જ આ 3 રાશિવાળા માટે કપરાં ચઢાણ થશે શરૂ, સાડા સાતી જીવનમાં ઉથલપાથલ કરશે!
શનિ ગ્રહ જ્યારે પણ ગોચર કરે છે ત્યારે તમામ 12 રાશિઓ પર તેના રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનની અસર થતી હોય છે. આ વખતે શનિ ગ્રહ 2025માં રાશિ પરિવર્તન કરશે. જાણો કઈ રાશિવાળાએ સાવધાન રહેવું પડશે.
શનિનું ગોચર
શનિદેવને જ્યોતિષ શાસ્ત્રમાં ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ જે જાતકો સારા કર્મો કરે છે તેમના પર વિશેષ કૃપા વરસાવે છે. આગામી વર્ષે એટલે કે 2025માં શનિદેવ રાશિ પરિવર્તન કરશે. તેનાથી 3 રાશિવાળાને નુકસાન થઈ શકે છે.
શનિનું ગોચર
શનિદેવ આગામી વર્ષ એટલે કે 2025માં 29 માર્ચના રોજ રાતે 11:01 વાગે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. તેનાથી ખાસ કરીને ત્રણ રાશિવાળા માટે પડકારભર્યો સમય શરૂ થઈ શકે છે. જાણો આ 3 રાશિઓ કઈ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિનું ગોચર અશુભ સાબિત થઈ શકે છે. સાડા સાતીના પ્રથમ ચરણમાં આ રાશિના જાતકોના શુભ કાર્યોમાં બાધા આવી શકે છે. તેમના વિચારેલા કામો અધૂરા રહી શકે છે. તેમણે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ પણ શનિના ગોચર બાદ અલર્ટ રહેવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેતા નહીં તો આ રાશિના જાતકોએ ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. પોતાના ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. કઈ પણ કરતા પહેલા ઘરવાળાની સલાહ જરૂર લો.
ધનુ રાશિ
ધનુ રાશિવાળાએ પણ શનિના ગોચરને કારણે નુકસાન ઉઠાવવું પડી શકે છે. તેમને પોતાની મહેનતનું ફળ મળી શકશે નહીં. ઘરમાં કૌટુંબિક કંકાસ ઝેલવો પડી શકે છે. શનિદેવને પ્રસન્ન રાખવા માટે આ રાશિવાળાએ ભગવાન ક્રિશની પૂજા કરવી જોઈએ. ઘરના મોટા લોકોનું સન્માન કરવું જોઈએ.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos