Shani Gochar 2025: 29 માર્ચથી વૃષભ સહિત 3 રાશિ પર પડશે શનિની અઘરી દ્રષ્ટિ, ચારેતરફથી આવી પડશે મુશ્કેલીઓ
Shani Gochar 2025: 29 માર્ચ 2025 ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. શનિ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે વૃષભ સહિત 3 રાશિના લોકોની સમસ્યાઓ વધે તેવા યોગ સર્જાશે. આ 3 રાશિના લોકોને કેવા કષ્ટ આપશે અને તેનાથી બચવા શું ઉપાય કરવા જાણીએ.
વૃષભ, કન્યા અને ધન રાશિ પર શનિની દ્રષ્ટિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ રાશિ પરિવર્તન કરી અન્ય રાશિના ત્રીજા, સાતમા અને દસમા ભાવમાં દ્રષ્ટિ કરે છે તો તે રાશિ પર પણ શનિનો અશુભ પ્રભાવ જોવા મળી શકે છે. શનિના મીન રાશિમાં પ્રવેશથી શનિની આ દ્રષ્ટિ વૃષભ, કન્યા અને ધન રાશિ પર પડશે. તેથી આ 3 રાશિના લોકોને વિવિધ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
વૃષભ રાશિ
29 માર્ચ 2025 પછી વૃષભ રાશિના લોકો પર શનિની ત્રીજી દ્રષ્ટિ પડશે જે શુભ નથી. જેના કારણે આત્મવિશ્વાસ નબળો પડી શકે છે, ધનની સમસ્યા સર્જાઈ શકે છે. નોકરી અને વેપાર પર ધ્યાન આપવું નહીં તો નુકસાન થશે. શનિ દેવને પ્રસન્ન કરવા માટે અડદ કે કાળા તલનું શનિવારે દાન કરવું.
કન્યા રાશિ
શનિની સપ્તમ દ્રષ્ટિ પણ હાનિ કરે છે. આ દ્રષ્ટિ કન્યા રાશિ પર પડશે. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. નાની વાત મોટું સ્વરુપ ધારણ કરી શકે છે. લગ્ન ઈચ્છુક લોકોને લગ્નમાં વિલંબ થઈ શકે છે. શનિને પ્રસન્ન કરવા માટે શનિવારે કાળા તલનું દાન કરો.
ધન રાશિ
શનિની દસમી દ્રષ્ટિ ધન રાશિના લોકોને પરેશાન કરી શકે છે. કરિયરને લઈને સમસ્યા થઈ શકે છે. મહેનતનું પૂર્ણ ફળ ન મળે. પરિવારમાં ચિંતા વધશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા નિયમિત શિવજીની પૂજા કરો.
Trending Photos