Shanidev: આ 3 રાશિમાં શનિનું સોનાના પાયે ભ્રમણ, અઢી વર્ષ સુધી તડકી છાંયડીમાં પણ કરાવશે છપ્પરફાડ ધનલાભ! દુશ્મનો માત ખાશે

શનિ ગ્રહ 29 માર્ચના રોજ કુંભમાંથી મીન રાશિમાં ગોચર કરી ગયા છે. આવામાં શનિનો પાયો પણ બદલાયો છે. શનિના ચાર પાયા હોય છે. સોનાનો, ચાંદીનો, લોઢાનો અને તાંબાનો પાયો. 29 માર્ચના રોજ શનિના મીન રાશિમાં પ્રવેશ કરતા જ કેટલીક રાશિમાં સોનાનો પાયો શરૂ થયો છે. 

1/5
image

શનિના સોનાના પાયે ચાલ એટલે શું તો તમને જણાવી દઈએ કે જ્યારે પણ શનિ ચંદ્ર રાશિથી પહેલા, છઠ્ઠા, અને અગિયારમાં ભાવે હોય છે ત્યારે સોનાનો પાયો શરૂ થાય છે. શનિનો સોના મિક્સ ફળ આપનારો ગણવામાં આવે છે. ત્યારે કઈ રાશિમાં શનિ સોનાના પાયે છે તે ખાસ જાણો અને કેવું ફળ મળી શકે તે પણ જાણો. 

વૃષભ રાશિ

2/5
image

શનિનો સોનાનો પાયો વૃષભ રાશિના જાતકોના જીવનમાં સંઘર્ષ તો વધારશે પરંતુ આ સાથે તમારી મહેનત રંગ લાવશે. આ રાશિમાં શનિ એકાદશ ભાવમાં બિરાજમાન રહેશે. આ દરમિયાન વધુ પડતા કામને કારણે તમે માનસિક તણાવમાં આવી શકો છો. પરંતુ જો એકાગ્ર થઈને આગળ વધશો તો દરેક મુશ્કેલી સરળ બનશે. કૌટુંબિક જીવનમાં પણ તમને મિક્સ પરિણામ જોવા મળી શકે છે. ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થઈ શકે છે. શત્રુઓની સાથે પરેશાનીઓ રહેશે પરંતુ તમે દરેક પડકાર પાર કરી શકશો.  આ રાશિવાળાના જીવનમાં અનેક સમસ્યાઓ રહી શકે પરંતુ આ સાથે તમે સચેત અને સાવધાન રહેશો તો ધનલાભ થઈ શકે છે. શત્રુઓની સાથે પરેશાનીઓ રહેશે પરંતુ તમે દરેક પડકાર પાર કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહે તે માટે સારી લાઈફ સ્ટાઈલ રાખજો. આ રાશિના જાતકોને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. અચાનક ધનલાભના પણ યોગ છે. તમારા દ્વારા થયેલી ભૂલોને સુધારવાની કોશિશ કરો. તેનાથી તમને પણ સંતોષ થશે. ગણેશજીની ઉપાસના કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમને લાડુનો ભોગ ધરાવો. 

તુલા રાશિ

3/5
image

તુલા રાશિમાં શનિ સોનાના પાયે છે. શનિનો સોનાનો પાયો તમારા વિરોધીઓને સક્રિય કરી શકે છે. કાર્યક્ષેત્રે લોકો તમારા કામમાં ખામીઓ કાઢી શકે છે. આથી દરેક કાર્ય તમારે સમજી વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્ય અંગે પણ આ રાશિના જાતકોએ સાવધાની વર્તવી પડશે. જો કે આ દરમિયાન કરિયર ક્ષેત્રે સારા ફેરફાર આવવાની પણ આશા છે.તુલા રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન થશે. આવામાં આ રાશિના જાતકોની ઉપર શનિની વિશેષ કૃપા થઈ શકે છે. ગુરુની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. ધનની કમી નહીં રહે. આ સાથે માન સન્માન વધશે. તમને અનેક ઉપલબ્ધિઓ મળી શકે છે. જીવનમાં સંતુષ્ટ થઈ શકો છો. નોકરીમાં તમારા દ્વારા થઈ રહેલી મહેનતમાં હવે સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળી શકે છે. તમને મોટી જવાબદારી મળી શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. પરંતુ થોડો સંઘર્ષ કરવો પડી શકે. આથી વર્ષ 2027 સુધી પોતાને માનસિક અને શારિરિક રીતે તૈયાર રાખજો. પરિવારમાં થોડી પરેશાનીઓ થઈ શકે છે. શત્રુઓ ઊભા  થશે, પરંતુ તમારી સામે ટકી શકશે નહીં. ઉપાય તરીકે શનિવારે સરસવના તેલનું દાન કરો. 

મીન રાશિ

4/5
image

શનિ મીન રાશિમાં પણ ચાંદીના પાયે છે જેના કારણે તમારામાં આળસ વધુ જોવા મળી શકે છે. મીન રાશિના લગ્ન ભાવમાં શનિ બિરાજમાન રહેશે.  જેના કારણે કેટલાક કામ પગડી શકે છે. નકારાત્મક વિચાર તમારા પર હાવી થઈ શકે છે. જો કે જેટલું વધુ તમે સક્રિય રહેશો તેટલા સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધી શકે છે. ધન, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. તમારે પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે. તમને માનસિક, શારીરિક શાંતિ મળી શકે છે. અનેક પડકારોનો સામનો કરતા આગળ વધશો. તણાવથી મુક્તિ મેળવવા માટે હનુમાનજી અને દુર્ગાજીની કામના કરો. શત્રુઓનો વિનાશ કરો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.