વર્ષ 2025નું સૌથી મોટું ગોચર આજે થશે, શનિ કોને રાજા બનાવશે અને કોને રંક? જાણો તમામ 12 રાશિઓ પર શનિ ગોચરની અસર

30 વર્ષ બાદ આજે 29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું મીન રાશિમાં ગોચર તમામ 12 રાશિઓ પર અસર પાડશે. કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે તો કેટલીક રાશિઓએ સાવધાન થઈ જવું પડશે. જાણો શનિ ગોચરની કઈ રાશિ પર કેવી અસર પડશે. 
 

શનિનું મીનમાં ગોચર

1/13
image

ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી  થાય છે તે શનિદેવ કુંભ રાશિમાંથી આજે મીન રાશિમાં ગોચર કરશે. 19 માર્ચ 2025ના રાતે શનિનું મીનમાં ગોચર  થશે. ત્યારબાદ તેઓ 3 જૂન 2027 સુધી મીન રાશિમાં રહેશે. જાણો શનિ ગોચરની તમામ 12 રાશિઓ પર કેવી પડશે અસર. 

મેષ રાશિ

2/13
image

શનિનું ગોચર મેષ રાશિ પર સાડા સાતી શરૂ કરશે. જેનાથી આ લોકોને માનસિક તણાવ રહેશે. આર્થિક સમસ્યાઓ વધી શકે છે. વેપારમાં હાનિ થવાના પ્રબળ યોગ છે. કારણવગર વિવાદ થશે. સંબંધોમાં કડવાહટ આવી શકે છે. 

વૃષભ રાશિ

3/13
image

વૃષભ રાશિવાળા માટે શનિનું આ ગોચર આર્થિક લાભ અને કરિયરમાં પ્રગતિ લાવનારું રહેશે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થશે. વેપારમાં નફો થશે. રોકાણથી સારો એવો લાભ થશે. નોકરીયાતોને પદોન્નતિ કે નવી તકો મળી શકે છે. તમારી ધર્મ અને આધ્યાત્મમાં રૂચિ વધશે. 

મિથુન રાશિ

4/13
image

મિથુન રાશિવાળા માટે શનિનું આ ગોચર કરિયર માટે શુભ સાબિત થશે. કામકાજમાં પ્રગતિ થશે. માનસન્માન વધશે. નવી જવાબદારીઓ મળી શકે છે. પગાર પણ વધશે. લાંબા સમય માટે રોકાણ કરી શકો છો.   

કર્ક રાશિ

5/13
image

કર્ક રાશિવાળા માટે શનિનું આ ગોચર સારું કહી શકાય નહીં. કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે. કોઈ બીમારી ઘેરી શકે છે. સંભાળીને રહેવું. 

સિંહ રાશિ

6/13
image

શનિ ગોચરની સાથે સાથે સિંહ રાશિ પર શનિની ઢૈય્યા પણ શરૂ થઈ રહી છે. જે તમારા ખર્ચા વધારશે. કાર્યોમાં અડચણ લાવશે. કાર્યક્ષેત્રે પડકારો આવી શકે છે. કૌટુંબિક જીવનમાં સમસ્યાઓ રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. 

કન્યા રાશિ

7/13
image

કન્યા રાશિ પર શનિનું ગોચર સરેરાશ કહી શકાય. તેમના જીવનમાં મિક્સ પ્રભાવ જોવા મળી શકે છે. ક્યાક લાભ થશે તો ક્યાક હાનિ થઈ શકે છે. સમજી વિચારીને નિર્ણય લેવા અને વિનમ્રતાથી વ્યવહાર કરશો તો લાભમાં રહેશો. ઢૈય્યા ખતમ થવાથી રાહત રહેશે.   

તુલા રાશિ

8/13
image

તુલા રાશિના જાતકોના જીવનમાં શનિનું રાશિ પરિવર્તન ખુબ શુભ ફળ આપશે. તમને કાનૂની મામલાઓમાં જીત મળી શકે છે. ખુબ પ્રગતિ થશે. વિરોધીઓ પછડાશે. કરિયરમાં નવી તકો મળશે. સરકારી નોકરી મેળવવાના પ્રયત્ન કરતા હશો તો સફળ થશો. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

વૃશ્ચિક રાશિ

9/13
image

વૃશ્ચિક રાશિ પર શનિના ગોચરથી ઢૈય્યાનો પ્રભાવ દૂર થશે. અનેક સમસ્યાઓમાંથી રાહત મળશે. પરંતુ આમ છતાં વાણી પર સંયમ રાખવો. બજેટ બનાવીને ખર્ચ કરવો. નોકરીયાતોના પગાર વધારા થઈ શકે છે. અટવાયેલા પૈસા પાછા મળશે. 

ધનુ રાશિ

10/13
image

ધનુ રાશિના જાતકો પર શનિની ઢૈય્યા શરૂ થશે. આ લોકોએ આર્થિક મામલાઓમાં સંભાળીને રહેવાની જરૂર છે. ઉતાવળમાં કે ખોટા કામ કરવાથી નુકસાન થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે મનમોટાવ થઈ શકે છે. લવ પાર્ટનર સાથે પણ બનશે નહીં.   

મકર રાશિ

11/13
image

મકર રાશિ પરથી શનિની સાડા સાતી દૂર થશે. જે આ લોકોને મોટી રાહત આપશે. અટવાયેલા કામ બનવા લાગશે. પ્રગતિના રસ્તા  ખુલશે. ધનની પ્રાપ્તિના યોગ છે. 

કુંભ રાશિ

12/13
image

કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો પૂરો થઈને ત્રીજો તબક્કો શરૂ થશે. તેનાથી રાહત મળશે. પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. કારોબાર સારો ચાલશે. આવક વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

મીન રાશિ

13/13
image

મીન રાશિ પર શનિની સાડાસાતીનો સૌથી કષ્ટકારી બીજો તબક્કો રહેશે. જે દરેક ક્ષેત્રમાં મુસીબત આપી શકે છે. માનસિક તણાવ રહેશે. કાર્યક્ષેત્રમાં બાધાઓ આવી શકે છે. આ સમય ધૈર્યથી પસાર કરવો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)