વૈદિક જ્યોતિષ મુજબ શનિ અને મંગળનો સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે..
1/5જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહ પોતાના શત્રુ બુધની રાશિ કન્યામાં પ્રવેશ્યો છે. જ્યારે શનિદેવ મીન રાશિમાં ભ્રમણ કરે છે. આવામાં મંગળ અને શનિ આમને સામને આવવાથી સમસપ્તક યોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે આ રાશિઓની આવકમાં વધારો અને નોકરીમાં પ્રગતિના યોગ છે. જાણઓ તે લકી રાશિઓ કઈ કઈ છે.
2/5કુંભ રાશિના જાતકો માટે સમસપ્તક યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ફસાયેલું ધન પાછું મળી શકે છે. જે લોકોનો પોતાનો વેપાર છે તેમને ધન કમાવવાની તક મળશે. રોકાણથી લાભના યોગ છે. નોકરીયાતોને માનસિક શાંતિ મળશે. કામ કાજમાં પ્રગતિ થઈ શકે છે. કળા, લેખન, સંગીત જેવા ક્ષેત્રે પ્રતિભા ચમકશે સફળતા મળશે. પૈસા બચાવવામાં સફળ રહેશો.
3/5સમસપ્તક યોગ બનવાથી મકર રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સમય દરમિયાન ધન આગમનના નવા રસ્તા ખુલશે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારી રચનાત્મકતા અને નેતૃત્વ કૌશલની પ્રશંસા થશે. નવી જવાબદારીઓ કે પ્રગતિની નવી તકો મળી શકે છે. તમારા જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. દેશ વિદેશની યાત્રા કરી શકો છો.
4/5વૃષભ રાશિના જાતકો માટે પણ સમસપ્તક યોગ લાભકારી નીવડી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. કળા, લેખન, સંગીત કે પ્રદર્શન જેવા રચનાત્મક ક્ષેત્રોમાં તમારી પ્રતિભા ચમકશે અને સફળતા મળશે. સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ સમય રચનાત્મકતા વ્યક્ત કરવા અને જીવનની દરેક પળનો આનંદ લેવાનો છે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે.
5/5અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.