500 વર્ષ બાદ ગુરૂ વક્રી અને શનિ થશે માર્ગી, આ જાતકોને મળશે ભાગ્યનો સાથ, ધનલાભ અને નોકરીમાં પ્રગતિનો યોગ
shani vakri 2025: વૈદિક જ્યોતિષ અનુસાર ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં માર્ગી અને ગુરૂ કર્ક રાશિમાં વક્રી થવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. જાણો આ રાશિઓ વિશે....

Shani Margi And Guru Vakri 2025: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. જેની અસર દેશ-દુનિયામાં જોવા મળે છે. મહત્વનું છે કે ગુરૂ 11 નવેમ્બર 2025ના કર્ક રાશિમાં વક્રી થશે અને 11 માર્ચ સુધી વક્રી રહેશે. આ વચ્ચે ગુરૂ 5 ડિસેમ્બરે મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે. તો બીજીતરફ શનિ પણ માર્હી થશે અને આ સમયે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. પરંતુ નવેમ્બરના અંતમાં આ રાશિમાં માર્ગી થશે. તેવામાં ગુરૂનું વક્રી થવું અને શનિનું માર્ગી થવું મોટા ફેરફારનો સંકેત આપે છે. આવો જાણીએ ગુરૂના વક્રી અને શનિના માર્ગી થવાથી કયા જાતકોને લાભ મળી શકે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.

વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ શુભ ગ્રહ વક્રી થાય છે, તો તેનો સકારાત્મક પ્રભાવ અનેક ગણ વધી જાય છે. બૃહસ્પતિ ગ્રહ જ્ઞાન, ધન, ધર્મ અને સતકર્મોનું પ્રતીક માનવામાં આવે છે. આ લગ્ન, સંતાન અને સૌભાગ્યનો પણ કારક છે. આ કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં ગુરૂ શુભ સ્થિતિમાં બિરાજમાન છે, તો તેને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેવામાં તમારા જીવનમાં સફળતાનો માર્ગ સ્વયં ખુલવા લાગે છે અને તેના બધા કામ સરળતાથી પૂર્ણ થાય છે. તો બીજીતરફ શનિનું માર્ગી થવું ઘણા જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે.
મકર રાશિ

આ રાશિમાં ગુરૂ બૃહસ્પતિ કુંડળીમાં સપ્તમ ભાવમાં વક્રી થશે. તેવામાં તેઓ એક રાશિ પાછળ છઠ્ઠા ભાવનું ફળ પણ આપશે. આ સિવાય શનિ ત્રીજા ભાવમાં માર્ગી થશે. ગુરીની દ્રષ્ટિ એકાદશ, લગ્ન અને ત્રીજા ભાવ પર પડશે. ગુરૂના સાતમાં ભાવમાં હોવાથી આ રાશિના જાતકોના લગ્ન જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. જો તમારા જીવનસાથી નોકરી શોધી રહ્યાં છે કે બંને મળી કોઈ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો લાભ થઈ શકે છે. ભાગીદારીમાં કરવામાં આવેલું કામ સફળ થઈ શકે છે. આ સિવાય કુંવારા લોકો માટે લગ્નનો યોગ બનશે. તમે જીવનમાં નવી શરૂઆત કરી શકો છો.
તુલા રાશિ

આ રાશિના જાતકો માટે શનિનું માર્ગી અને ગુરૂનું વક્રી થવું અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના દશમ અને નવમ ભાવમાં ગુરૂ વક્રી થશે. આ સિવાય શનિ છઠ્ઠા ભાવમાં માર્ગી થશે. ગુરૂની દ્રષ્ટિ ધનભાવ, ચોથા ભાવ અને છઠ્ઠા ભાવ પર પડશે. તેવામાં આ રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં ખૂબ લાભ મળી શકે છે. નોકરીમાં ચાલતી સમસ્યા સમાપ્ત થઈ શકે છે અને નવી નોકરી મળી શકે છે. જો તમે કોઈ પડકારનો સામનો કરી રહ્યાં છો તો તેમાં રાહત મળશે. વાહન, સંપત્તિ કે ઘર ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે, કારણ કે ગુરૂની દ્રષ્ટિ ચોથા ભાવમાં પડી રહી છે. આ સિવાય રિટલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન કે વાસ્તુ સાથે જોડાયેલા જાતકોને લાભ મળી શકે છે. પરિવારમાં કોઈ સભ્ય કે લગ્ન કે સંતાન સુખની પ્રાપ્તિનો યોગ બની શકે છે. ભાગ્યનો સાથ મળશે.
મીન રાશિ

આ રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી અને શનિનું માર્ગી થવું લાભદાયક રહેશે. શનિના ગુરૂની રાશિમાં માર્ગી થવાથી નકારાત્મક પ્રભાવ ઓછો થવાથી સાથે ગુરૂનો પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં શનિ માર્ગી અને ગુરૂ પંચમ અને ચોથા ભાવમાં વક્રી થશે. ચોથા ભાવમાં ગુરૂ વક્રી થઈને તેની દ્રષ્ટિ નવમ ભાવ, એકાદશ ભાવ અને લગ્ન ભાવમાં પડશે. તેવામાં આ રાશિના જાતકોને શિક્ષણના ક્ષેત્રમાં મોટો લાભ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને લાભ મળી શકે છે. સંતાન સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે અને સારા સમાચાર મળશે. વક્રી ગુરૂના પ્રભાવથી લગ્ન ભાવ સક્રિય રહેશે, જેનાથી તમારૂ સામાજિક વર્તુળ વધશે અને સન્માનમાં વધારો થશે. નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન ઈચ્છુક લોકોને સફળતા મળી શકે છે. રોકાણથી લાભ થઈ શકે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos




