30 વર્ષ બાદ વક્રી થશે શનિદેવ, આ જાતકોને નવી નોકરી સાથે થશે ધનલાભ, 138 દિવસ મળશે રાજા જેવું સુખ

Shani Dev: ન્યાયના દેવતા જુલાઈ મહિનામાં મીન રાશિમાં વક્રી થવાના છે. શનિની ઉલ્ટી ચાલ કેટલાક જાતકો માટે લાભદાયક રહેશે. તમે પણ જાણો શનિના વક્રી થવાથી કયા જાતકોને લાભ મળશે.

1/6
image

Shani Vakri 2025: કર્મફળ દાતા શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો જાણતા નહીં હોય કે શનિ વ્યક્તિને કર્મો પ્રમાણે ફળ આપે છે. તેવામાં જો તમારા કર્મ સારા હોય તો, રંકને રાજા બનતા પણ વાર લાગતી નથી. શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે. તાજેતરમાં તેણે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરૂની રાશિમાં આવવાથી કેટલાક જાતકો પર શનિની સાથે-સાથે ગુરૂ બૃહસ્પતિની પણ વિશેષ કૃપા રહે છે. આ રાશિમાં શનિ વર્ષ 2027 સુધી રહેશે. આ દરમિયાન તેની સ્થિતિમાં ફેરફાર થતો રહેશે. તેવામાં જુલાઈ મહિનામાં શનિ આ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલશે. શનિ વક્રી અવસ્થામાં ચાલે ત્યારે વધુ બળશાળી થઈ જાય છે. તેવામાં 13 રાશિમાંથી ત્રણ જાતકોને ખૂબ લાભ મળી શકે છે. આવો તે રાશિઓ વિશે જાણીએ.  

2/6
image

મહત્વનું છે કે ન્યાયના દેવતા 13 જુલાઈ 2025ના સવારે 7.24 કલાકે મીન રાશિમાં વક્રી થઈ જશે અને 28 નવેમ્બર 2025ના સવારે 7.26 કલાકે માર્ગી થઈ જશે. શનિ આશરે 138 દિવસ ઉલ્ટી ચાલ ચાલશે. આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને ખૂબ લાભ મળવાનો છે

કર્ક રાશિ

3/6
image

શનિ મહારાજ સપ્તમ અને અષ્ટમ ભાવના સ્વામી થઈને નવમ ભાવમાં વક્રી ચાલ ચાલશે. શનિના ભાગ્ય ભાવમાં ઉલ્ટી ચાલથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધન લાભ થઈ શકે છે. શનિના મીન રાશિમાં જવાથી આ જાતકોને કંટક શનિની પનોતીથી મુક્તિ મળી છે. તેવામાં શનિ વક્રી થવાથી આ રાશિના જાતકોને દરેક કામમાં આવી રહેલી સમસ્યા ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકો છો. તમે પાર્ટનર સાથે યાત્રા કરી શકો છો. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. શનિ એકાદશ ભાવ, તૃતીય ભાવ અને છઠ્ઠા ભાવને જોશે. તેવામાં તમારા વિરોધી પરાસ્ત થશે અને આવકમાં ઝડપથી વધારો થઈ કે છે. શેર બજારમાં રોકાણ કરવાથી પણ તમને લાભ મળી શકે છે. પરંતુ પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

કુંભ રાશિ

4/6
image

શનિ મહારાજ બારમાં ભાવના સ્વામી થઈ બીજા ભાવમાં વક્રી થવાના છે. આ સાથે આ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા સાથે ધનલાભ થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકો છો. તમે બચત કરવામાં સફળ થશો. નોકરી કરનાર જાતકો માટે આ સમય લાભકારી રહી શકે છે. વિદેશી કંપનીઓમાંથી નોકરીની ઓફર મળી શકે છે. આ સાથે તમે વિદેશ વ્યાપાર કરી શકો છો. તેનાથી તમને સારો લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના બની રહી છે. પરિવારની સાથે સારો સમય પસાર થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. ધનલાભનો યોગ પણ બની રહ્યો છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું ફળ તમને મળશે.

મકર રાશિ

5/6
image

આ રાશિના જાતકો માટે શનિની વક્રી ચાલ લાભકારી રહેશે. આ રાશિના જાતકોના બીજા ભાવના સ્વામી થઈ શનિ મહારાજ ત્રીજા ભાવમાં વક્રી થશે. તેવામાં આ રાશિના જાતકો નાની-નાની યાત્રાઓ કરી શકે છે. તેનાથી તમને લાભ મળી શકે છે. વિદેશ યાત્રાનો પણ યોગ બની રહ્યો છે. આધ્યાત્મમાં રૂચિ રહેશે, જેનાથી તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. ભાઈ-બહેનો સાથે મધુર સંબંધ સ્થાપિત થઈ શકે છે. મિત્રોની સંખ્યામાં વધારો થઈ શકે છે. શનિના મીન રાશિમાં જવાથી આ રાશિના જાતકોને સાડાસાતીથી મુક્તિ મળી શકે છે. તેવામાં આ રાશિના જાતકોના લાંબા સમયથી અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. તમારૂ જીવન ધીમે-ધીમે પાટા પર આવશે. વેપારમાં થોડું જોખમ ઉઠાવવું પડી શકે છે. પરંતુ તમને સફળતા જરૂર મળશે.

6/6
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.