શનિ-રાહુ, શુક્ર બનાવી રહ્યાં છે અદ્ભુત ત્રિગ્રહી યોગ, નોટો ગણતાં-ગણતાં થાકી જશે આ જાતકો
Shani Rahu Shukra in Meen Rashi: 29 માર્ચે શનિ દેવ ગોચર કરી રહ્યાં છે. શનિ દેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી ચાર ગ્રહ હાજર છે. તેમાં શનિ, રાહુ અને શુક્ર મળીને ત્રિગ્રહી યોગ બનાવી રહ્યાં છે.
મીન રાશિમાં ઘણા ગ્રહોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પહેલાથી સૂર્ય, રાહુ ગ્રહ મીન રાશિમાં છે. 29 માર્ચ 2025ના શનિ ગોચર કરી મિન રાશિમાં પહોંચી જશે. આમ તો માર્ચના અંતમાં શનિ ગોચર થતાં મીન રાશિમાં પંચગ્રહી યોગ બનશે. પરંતુ શનિ રાહુની યુતિ સૌથી વધુ અસર કરશે.
શનિ રાહુ યુતિ
મીન રાશિમાં શનિ-રાહુની યુતિ થશે. સાથે ધન-વૈભવના દાતા શુક્ર પણ હશે. શનિ, રાહુ અને શુક્રના મળવાથી ત્રિગ્રહી યોગ બનશે. જે કેટલાક જાતકો માટે શુભ રહેશે. આ જાતકોની ધન-સંપત્તિ અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિ, રાહુ અને શુક્ર ખૂબ લાભ અપાવશે. લાંબા સમયથી અટવાયેલી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં ખુશીઓ રહેશે. બેંકમાંથી લોન લેવામાં સફળતા મળશે. બિઝનેસમાં લાભ થશે. ભાગ્યનો સાથ મળશે. આવકના નવા માર્ગ બનશે. તમે પૈસા બચાવવામાં સફળ થશો. જીવનસાથી સાથે સમય પસાર થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગ લાભદાયક રહેશે. જો તમે અનુશાસનમાં રહી તમારૂ કામ સારી રીતે કરશો તો કરિયરમાં નવી સિદ્ધિ મેળવી શકો છો. જો આ ન થયું તો મુશ્કેલી આવી શકે છે. કેટલીક અન્ય સમસ્યાઓથી રાહત મળશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ યોગ રાહત લઈને આવશે. સાથે જીવનમાં ઘણી ખુશીઓ આવશે. શનિ ગોચર થવાથી સાડાસાતીનો બીજો તબક્કો સમાપ્ત થશે. જેનાથી તમારૂ જીવન પાટા પર પરત ફરી શકે છે. નોકરી સાથે તમે બિઝનેસ પણ કરી શકો છો. તમારી લીડરશિપ સ્કિલ્સ વધશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos