Shani Dev: આ 3 રાશિઓ માટે અઢી વર્ષનો સમય ભારે, રાતાપાણીએ રોવડાવશે સાડાસાતી, બચવા માટે શું કરવું જાણો
Shani Sade Sati: ન્યાયના દેવતા અને ક્રૂર ગ્રહ શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોની દુનિયા પણ સાથે બદલી જાય છે. આ વર્ષે શનિ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે આગામી અઢી વર્ષ માટે કેટલીક રાશિઓ પર ઢૈયા અને સાડાસાતી શરુ થઈ ગઈ છે.
સાડાસાતી અને ઢૈયા
વર્ષ 2025 માં સાડાસાતી અને ઢૈયા સ્વરુપે 3 રાશિના લોકો પર શનિનો માર પડવાનો છે. આ ત્રણ રાશિના લોકોને આવનારા અઢી વર્ષ દરમિયાન શારીરિક, માનસિક અને આર્થિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે.
શનિની ક્રૂર દ્રષ્ટિ
શનિની ક્રૂર દ્રષ્ટિ આ રાશિના લોકો પર પડવાથી તેમના જીવનમાં અઢી વર્ષ સુધી એક પછી એક સમસ્યા આવતી રહેશે. આ 3 રાશિઓ કઈ કઈ છે જેના પર શનિનો અશુભ પ્રભાવ પડવાનો છે અને તે બચવા માટે શું કરી શકે ચાલો તમને જણાવીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન આંખ અને પગ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. જુલાઈથી નવેમ્બર સુધીનો સમય સ્વાસ્થ્ય સમસ્યા વધારશે. આ સમય દરમિયાન શનિ વક્રી થઈ પરેશાન કરશે. શનિના પ્રકોપથી બચવા માટે શનિવારે બજરંગ બાણનો પાઠ કરવો.
ધન રાશિ
શનિના પ્રભાવથી ધન રાશિના લોકોને પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોને પાર્ટનરશીપથી હાનિ થઈ શકે છે. શત્રુ વધી શકે છે. કામોમાં સતત બાધા આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. મહેનત વધશે પણ ફાયદો ઘટશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે શનિનો પ્રભાવ હાનિકારક રહેશે. બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરશે. સ્વાસ્થ્ય પણ ખરાબ રહેશે. કાર્યક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.
શનિ ઉપાય
શનિ દેવને પ્રસન્ન કરવા માટે અને શનિના નકારાત્મક પ્રભાવને દુર કરવા માટે શનિવારે શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરો. આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો.
Trending Photos