72 કલાક બાદ આ રાશિવાળાના દરેક સપના થશે પૂરા, આકસ્મિક ધનલાભથી બેંક બેલેન્સ તગડું થશે! પદ-પ્રતિષ્ઠા મળશે

23 જૂનના રોજ શનિ અને સૂર્ એકબીજાથી 90 ડિગ્રી પર હશે જેનાથી કેન્દ્ર યોગનું નિર્માણ થાય છે. આવામાં 3 રાશિવાળાને ખુબ ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....

1/4
image

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. હાલ સૂર્ય મિથુન રાશિમાં છે. જેના કારણે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરતા રહેશે. આવામાં સૂર્યનો શનિ સાથે સંયોગ કેન્દ્ર યોગનું નિર્માણ કરશે. આ યોગનું નિર્માણ થવાથી કેટલાક રાશિના જાતકોના અટકેલા કામો પાર પડશે અને સાથે સાથે પદ પ્રતિષ્ઠા પણ વધશે. વૈદિક પંચાંગ મુજબ સૂર્ય શનિ 23 જૂનના રોજ બપોરે 1.57 કલાક એક બીજાથી 90 ડિગ્રી પર હશે. જેનાથી કેન્દ્ર યોગ બનશે. શનિ સૂર્ય પિતા પુત્ર હોવા છતાં એકબીજાથી શત્રુતાનો ભાવ ધરાવે છે. છતાં આ યોગ બનવાથી કેટલાક રાશિવાળાને અપાર લાભ થઈ શકે છે. 

મેષ રાશિ

2/4
image

મેષ રાશિના જાતકો માટે શનિ સૂર્યનો કેન્દ્ર યોગ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સાથે જ વિદેશ મુસાફરી કે પછી વિદેશમાં લાંબા સમય સુધી રહેવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારો ખર્ચ વધશે. પરંતુ આવક પણ સારી થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. વેપારમાં લાભના યોગ છે. વિદેશમાં પણ વેપાર કરવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

કર્ક રાશિ

3/4
image

આ રાશિના જાતકો માટે સૂર્ય શનિના કેન્દ્ર દ્રષ્ટિનો યોગ ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને શનિની ઢૈય્યાથી પણ મુક્તિ મળી છે. જેનાથી તમને સારો લાભ મળી શકે છે. સૂર્યના કારણે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. કામમાં આવી રહેલી અડચણો ધીરે ધીરે દૂર થઈ શકે છે. વેપાર મામલે પ્રવાસ કરી શકો છો. ખુબ લાભ થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. અચાનક ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. શેર બજારમાં કરાયેલું રોકાણ લાભદાયી રહી શકે છે.   

મકર રાશિ

4/4
image

મકર રાશિના જાતકો માટે કેન્દ્ર યોગ ફાયદાકારક રહી શકે છે. આ રાશિના જાતકોને જીવનમાં ચાલતી પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે. કરિયરમાં ચાલતી મુશ્કેલીઓ પણ ધીરે ધીરે દૂર થઈ શકે છે. મહેનત રંગ લાવી શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો પૂરેપૂરો સાથ મળી શકે છે. જેનાથી તમે લક્ષ્યો સાંધવામાં સફળ રહી શકો છો. બિઝનેસના ક્ષેત્રમાં પણ લાભ મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે, સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક મોરચે પણ લાભ થવાના યોગ છે. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.