Shani Surya Tri Ekadash Yog : શનિ ગ્રહ હાલ મીન રાશિમાં ગોચર કરે છે. થોડા સમય પહેલા જ સૂર્ય એ પોતાની રાશિ બદલી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય અને શનિની આ સ્થિતિથી ખાસ યોગ બનવાનો છે. જે ત્રણ રાશીના લોકો માટે લાભકારી સિદ્ધ થશે.
1/5જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિને પરમ શત્રુ ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહ વચ્ચે પિતા અને પુત્રનો સંબંધ પણ છે. આ સમયે સૂર્ય વૃષભ રાશિમાં છે અને શનિ મીન રાશિમાં છે. 20 મે 2025 ના રોજ સૂર્ય અને શનિની ખાસ સ્થિતિથી વિશેષ યોગ બનશે. આ દિવસે સૂર્ય અને શનિ એકબીજાની નજીક 60 ડિગ્રી પર હશે જ તેથી ત્રિએકાદશી યોગ બનશે. જે ત્રણ રાશિના લોકોને લાભ કરાવશે.
2/5સૂર્ય અને શનિનો ત્રિએકાદશ યોગ વૃષભ રાશિના લોકોની સ્થિતિમાં સુધારો કરશે. જીવનમાં સાચો પ્રેમ મળશે. આકસ્મિક ધન લાભના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. માનસિક શાંતિ મળશે.
3/5સૂર્ય અને શનિ કર્ક રાશિના લોકોને પણ લાભ કરાવશે. કર્ક રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. કારકિર્દીમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. આર્થિક લાભ થશે. અટકેલા કામ પુરા થશે.
4/5સૂર્ય અને શનિની સ્થિતિ કન્યા રાશિ માટે પણ શુભ ફળદાયી છે. આ સમય દરમિયાન શુભ સમાચાર મળી શકે છે. અગાઉ જે સમસ્યાઓ હતી તે હવે દૂર થશે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે.
5/5