ગણતરીના કલાકોમાં શનિ બનશે વધુ શક્તિશાળી, આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભ થશે! સુખ-સંપત્તિમાં બંપર વધારો થશે

Written ByViral Raval
Published: Apr 04, 2025, 10:38 AM IST|Updated: Apr 04, 2025, 10:48 AM IST

શનિનું મહાગોચર થઈ ચૂક્યું છે અને હવે ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં છે. શનિ અત્યાર સુધી અસ્ત અવસ્થામાં હતા. પરંતુ હવે શનિનો ઉદય થઈ રહ્યો છે. શનિનો આ ફેરફાર કેટલાક રાશિના જાતકો  માટે ખુબ ભાગ્યશાળી રહી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/5

29 માર્ચના રોજ શનિ કુંભ  રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ્યા. હવે શનિ ઉદય અવસ્થામાં જઈ રહ્યા છે. શનિ જ્યારે ઉદિત અવસ્થામાં હોય છે ત્યારે તેમનો શુભ પ્રભાવ વધી જાય છે. જો કે શનિના ઉદય સમયને લઈને પંચાંગોમાં થોડો ભેદ છે. ક્યાંક 4 એપ્રિલ તો ક્યાંક 6 એપ્રિલના રોજ સવારે 5.05 કલાકે શનિ ઉદયની તારીખ જણાવવામાં આવી રહી છે. જ્યોતિષ મુજબ શનિના ઉદયની અસર તમામ 12 રાશિઓ પર પડશે. પરંતુ કેટલીક રાશિઓનું તો ભાગ્ય ચમકી શકે છે. આ સાથે આ રાશિવાળાને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. જાણો તે રાશિઓ વિશે...

મકર રાશિ2/5

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે શનિદેવનું ઉદિત થવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ત્રીજા  ભાવે ઉદિત થશે. આથી તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. જે નિર્ણય લેશો તે યોગ્ય ઠરી શકે છે. તમને નોકરીમાં પ્રમોશન સાથે નવી જવાબદારીઓ મળવાની આશા છે. તમારી પબ્લિક ઈમેજમાં સુધાર થશે. બોસ અને સીનિયર્સનો  તમને સપોર્ટ મળશે. શનિદેવ  તમારી રાશિથી લગ્ન અને બીજા ભાવના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમારા મોટા મોટા લોકો સાથે સંબંધ થશે જેનો ભવિષ્યમાં લાભ થશે.  

મિથુન રાશિ3/5

મિથુન રાશિ

શનિના ઉદયથી મિથુન રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને ઉદિત થશે. શનિદેવ તમારી ગોચર કુંડળીથી અષ્ટમ અને નવમ  ભાવના સ્વામી છે. આથી આ દરમિયાન નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળશે. દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. આધ્યાત્મિક ગ્રોથ અને ગુપ્ત જ્ઞાનમાં રસ વધી શકે છે. જો તમે બિઝનેસમેન હોવ તો નવી ડીલ અને કરારથી લાભ થશે. 

ધનુ રાશિ4/5

ધનુ રાશિ

ધનુ રાશિવાળા માટે શનિદેવનું ઉદિત થવું  ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ચતુર્થ ભાવે ઉદિત થશે. આથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. જે પણ રોકાણ કરશો તેનો લાભ થશે. કરિયરમાં પ્રમોશન કે નવા પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ શકે છે. માતા અને સાસરીયા સાથે સંબંધ મજબૂત થશે. 

Disclaimer: 5/5

Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.