138 દિવસ સુધી શનિ કરશે ધનોતપનોત, આ રાશિના જાતકો પર વરસાવશે કહેર; દરરોજ થશે નુકસાન!

Written ByDIPAK CHAVDA
Published: Apr 20, 2025, 03:47 PM IST|Updated: Apr 20, 2025, 03:47 PM IST

Saturn Retrograde 2025: વર્ષ 2025 શનિ ગ્રહની ચાલને લઈ ખૂબ જ ખાસ છે, કારણ કે આ વર્ષ શનિની સ્થિતિમાં મહત્વપૂર્ણ બદલાવ થઈ રહ્યો છે. પહેલા તો 29 માર્ચે શનિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે તે ટૂંક સમયમાં વક્રી થવા જઈ રહ્યો છે.

જુલાઈ 2025થી ઉલ્ટી ચાલ ચાલશે શનિ1/6

જુલાઈ 2025થી ઉલ્ટી ચાલ ચાલશે શનિ

શનિ 13 જુલાઈ 2025થી વક્રી ચાલ ચાલશે અને 28 નવેમ્બર 2025 સુધી વક્રી રહેશે. શનિની ઉલ્ટી ચાલ 138 દિવસ સુધી રહેશે.

 3 રાશિના જાતકોને કરવો પડશે ભારે કષ્ટનો સામનો2/6

3 રાશિના જાતકોને કરવો પડશે ભારે કષ્ટનો સામનો

આ સમયગાળા દરમિયાન શનિનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. આમાંથી કેટલીક રાશિઓ માટે શનિની વક્રી ચાલ શુભ ફળ આપશે, પરંતુ 3 રાશિઓ માટે શનિની ઉલ્ટી ચાલ ખૂબ જ કષ્ટ આપશે.

મેષ રાશિ3/6

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ ઘણી મુશ્કેલીનું કારણ બની શકે છે. વેપારીઓને મોટું નુકસાન થવાની શક્યતા છે. આનાથી આર્થિક નુકસાન થશે. સ્વાસ્થ્ય પણ મુશ્કેલીનું કારણ બનશે. લગ્નજીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તણાવમાં વધારો થઈ શકે છે.

મિથુન રાશિ4/6

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ છે, પરંતુ વક્રી ચાલ કષ્ટકારી રહેશે. નોકરી કરતા લોકોને કરિયરમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આ સમયગાળા દરમિયાન વેપારીઓને નુકસાન પણ થઈ શકે છે. પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. હોસ્પિટલના બિલ તમને પરેશાન કરશે.

સિંહ રાશિ5/6

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને શનિની વક્રી ચાલ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. સંપત્તિના કારણે નુકસાન થઈ શકે છે અથવા કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. નોકરી બદલવાનું ટાળો. કરિયરમાં ઉતાર-ચઢાવ આવશે.

6/6

(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. આ લખવામાં અમે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.)