બહુ જલદી શનિની ચાલમાં વિનાશકારી ફેરફાર, પરંતુ આ 3 રાશિવાળાને 138 દિવસ સુધી કરાવશે જબરદસ્ત ધનલાભ, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે!
Shani Vakri 2024: કર્મફળના દાતા શનિદેવ જલદી પોતાની ચાલમાં ફેરફાર કરશે. શનિની વક્રી ચાલ જો કે કેટલાક રાશિના જાતકો માટે શુભ ઘડી લઈને આવી રહી છે. જાણો કઈ 3 રાશિઓને થશે લાભ....
વૈદિક પંચાંગ મુજબ શનિદેવ એક નિશ્ચિત સમય પર વર્કી કે માર્ગી થાય છે. જેની વ્યાપક અસર દેશ દુનિયા પર સીધી રીતે જોવા મળે છે. અત્રે જણાવવાનું કે કર્મફળ દાતા શનિદેવ 13 જુલાઈના રોજ વક્રી થશે અને નવરાત્રિ, દશેરા અને દિવાળી ઉપર પણ વક્રી અવસ્થામાં રહેશે. શનિદેવ મીન રાશિમાં વક્રી થશે. તેઓ 28 નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં રહેશે. જેનાથી કેટલીક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે.
શનિની ઉલ્ટી ચાલ એટલે કે વક્રી ચાલ શુભ ગણાતી નથી. આ દરમિયાન કેટલાક એવા પણ કામ છે જે કરતા પહેલા વિચારવું જોઈએ. નહીં તો જીવનમાં પસ્તાવવાનો વારો આવે છે. ખગોળીય દ્રષ્ટિથી શનિની વક્રી ચાલનો અર્થ એ છે કે શનિ પોતાના પરિક્રમણ માર્ગથી વિપરિત દિશા કે પાછળની તરફ આગળ વધતા જોવા મળે. શનિ ગ્રહ જ્યારે વક્રી થાય છે ત્યારે તેમની દ્રષ્ટિનો પ્રભાવ પણ વધી જાય છે. શનિના વક્રી થયા બાદ નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ. નહીં તો વિધ્નો આવી શકે છે. વૃદ્ધો, અસહાય અને વડીલોનો અનાદર ન કરવો જોઈએ. ફાલતું ખર્ચા ન કરવા જોઈએ. હવે એ પણ જાણો કે શનિની આ વક્રી ચાલ અશુભ હોવા છતાં કોને ફાયદો કરાવી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીથી ભાગ્યના સ્થાન પર વક્રી થશે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સાથે જ તમે કામકાજ અંગે મુસાફરી કરી શકો છો. ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આ સાથે જ તમારી કરિયરમાં પ્રગતિ થશે અને વેપારીઓ માટઆ સમય લાભકારી રહી શકે છે. શનિદેવ તમારી રાશિથી સપ્તમ અને અષ્ટમ સ્થાનના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમને ભાગીદારીથી લાભ થઈ શકે છે. રિસર્ચના કામ સાથે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શનિદેવની વક્રી ચાલ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિના 11માં સ્થાને ઉલ્ટી ચાલ ચલશે. આથી આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. શનિદેવની કૃપાથી તમારા ધનમાં વધારો થતો જશે અને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. રોકાણથી લાભ થઈ શકે છે. જે લોકો નોકરી બદલવા માટે કે ઊંચા પદ માટે પ્રયત્નો કરતા હશે તેમને લાભ થઈ શકે છે. સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ અનુકૂળતા રહેશે.
ધનુ રાશિવાળા માટે પણ શનિદેવનું વક્રી થવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ચતુર્થ સ્થાન પર ઉલ્ટી ચાલ ચલશે. આથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. આ સાથે જ કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. તમને પૈતૃક સંપત્તિનું સુખ મળી શકે છે. આ સમયગાળામાં નોકરીયાતોને વર્ક પ્લેસ પર સીનિયર અધિકારીઓનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થશે જેનાથી પદોન્નતિ કે નવી તકો મળી શકે છે. આ સમય દરમિયાન તમારા પિતા અને સાસરીવાળા સાથે સંબંધ મજબૂત થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos