શનિદેવ આ 5 રાશિઓ પર વરસાવે છે ખુબ કૃપા, ધનના ભંડાર રાખે, મુશ્કેલીઓથી રાખે દૂર!
જો શનિદેવની સ્થિતિ જે કુંડળીમાં શુભ હોય તો તે જાતકો રાજપાઠ, ધન, માન સન્માન મેળવે છે. જીવનમાં ઉન્નતિ કરે છે. જાણો શનિદેવને કઈ રાશિઓ પ્રિય છે.
કર્મ ખરાબ હોય તો મળે છે દંડ
શનિ ગ્રહ એ તમામ જાતકોને સાચો માર્ગ દેખાડે છે જેમના કર્મ ખરાબ છે અને આ માટે તેમને દંડ પણ આપવો પડે છે. ધ્યાન આપવું કે શનિદેવથી હંમેશા ગભરાવવાની જરૂર નથી કારણ કે શનિદેવ સારા કર્મોનું ફળ પણ સારું આપે છે.
પાંચ રાશિઓ અતિ પ્રિય
શનિદેવને પાંચ રાશિઓ ખુબ પ્રિય છે એટલે કે આ પાંચ રાશિઓ લકી રાશિ છે જેમના પર શનિદેવ કૃપા વરસાવે છે. જાણો આ પાંચ રાશિઓ કઈ કઈ છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પર શનિદેવની હંમેશા કૃપા રહે છે. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર સાથે શનિદેવને સારા સંબંધ છે અને આવામાં શનિદેવ વૃષભ રાશિ પર કૃપા જાળવી રાખે છે. જાતકો જીવનમાં આવનારી પરેશાનીઓનો સામનો શનિદેવના આશીર્વાદથી ડટીને કરે છે. વૃષભ રાશિના જાતકો પરિવાર અને કરિયરમાં શનિના પ્રભાવથી સંતુલન રાખે છે. શનિદેવની કૃપાથી જાતકોને સફળતા મેળવવાનો સિલસિલો સતત ચાલુ રહે છે.
તુલા રાશિ
તુલા રાશિમાં શનિ ઉચ્ચનો હોય છે જેના કારણે શનિના જાતકો પર શનિની કૃપા દ્રષ્ટિ રહે છે. તુલા રાશિના જાતકોને શનિની કૃપાથી વધુ કષ્ટ ઝેલવું પડતું નથી. તુલા પણ શુક્રની રાશિ છે અને સારા સંબંધવાળા ગ્રહની રાશિને શનિ લાભ કરાવે છે. તુલા રાશિના જાતકો સફળતા, સુખ અને સમૃદ્ધિ શનિની કૃપાથી મેળવે છે. જાતકોનો પ્રયત્ન સફળ રહે છે અને સામાજિક સ્થિતિ પહેલેથી સારી હોય છે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોના સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે અને શનિ તથા ગુરુ ગ્રહમાં મિત્રતા છે. આવામાં શનિદેવ હંમશા ધનુ રાશિના જાતકો પર કૃપા કરે છે. જ્યારે પણ શનિની સાડા સાતી હોય છે કે ચાલ બદલાય છે તો ધનુ રાશિના જાતકો પર શનિ ગ્રહ મહેરબાન થાય છે. શનિદેવથી જાતકોને સુખ સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય મળે છે. જાતકો જીવનમાં આકરી મહેનત કરીને સફળ થાય છે. જાતકોની મહેનત સકારાત્મકતા લાવે છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો શનિદેવને પ્રિય હોય છે. મકર રાશિના સ્વામી શનિદેવ પોતે છે. જ્યારે શનિગોચર થાય છે ત્યારે મોટાભાગે શનિનો પ્રભાવ ખુબ કષ્ટકારી હોય છે પરંતુ મકર રાશિ પર શનિના આ ક્રૂર પ્રભાવની ઓછામાં ઓછી અસર પડે છે. જાતકો શનિદેવની પૂજા કરીને તેમને જલદી પ્રસન્ન કરી શકે છે અને શનિદોષથી મુક્તિ પણ મેળવી શકે છે. શનિદેવના આશીર્વાદથી જાતકોના જીવનમાં ધૈર્ય અને મહેનતનું પરિણામ સફળતા તરીકે મળે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. કારણ કે કુંભ રાશિ પણ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. જે શનિને અતિ પ્રિય છે. જાતકો પર શનિદેવ હંમેશા મહેરબાની જાળવી રાખ છે. જાતકોના જીવનમાં ધનની કમી આવતી નથી અને શનિદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં જાતકો સફળતા મેળવે છે. વેપાર, કરિયર અને પરિવારમાં શનિની કૃપાથી સ્થિરતા રહે છે. જીવન સંતુલિત રહે છે અને સન્માનની પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos