PICS: પ્રેમ પરથી ભરોસો ઉઠી જાય એવું કામ કર્યું આ પત્નીએ, પ્રેમી સાથે મળીને પતિની હત્યા
મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં એક હચમચાવી નાખતી ઘટના ઘટી છે. મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભકુમારની તેની પત્ની મુસ્કાને તેના પ્રેમી મોહિત સાથે મળીને હત્યા કરી નાખી. વારદાતને અંજામ આપ્યા બાદ મૃતદેહને ડ્રમમાં નાખીને સીમેન્ટથી સીલ કરી દીધો. પોલીસે મકાન માલિકની સૂચના પર જ્યારે ઘરનો દરવાજો તોડાવ્યો તો અંદરથી ખુબ વાસ આવતી હતી. ડ્રિલ મશીનથી ડ્રમને તોડીને લાશ બહાર કાઢવામાં આવી.
સૌરભકુમાર મેરઠના ઈન્દ્રાનગર સેકેન્ડના રહીશ હતા. તેમણે મુસ્કાન સાથે લવમેરેજ કર્યા હતા. જેના કારણે પરિવાર નારાજ હતો અને તેમને પરિવારમાંથી બેદખલ કરી નાખ્યા હતા. લગ્ન બાદ સૌરભ તેમની પત્ની અને 6 વર્ષની પુત્રી પીહૂ સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. સૌરભ મર્ચન્ટ નેવીમાં લંડનમાં પોસ્ટેડ હતા અને 24 ફેબ્રુઆરીના રોજ ભારત પાછા ફર્યા હતા. બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ મુસ્કાનનો જન્મદિવસ હતો. 4 માર્ચના રોજ રાતે સૌરભની નિર્દયતાથી હત્યા કરી નાખી. મોહલ્લાના લોકોને તેણે કહ્યું હતું કે તે પતિ સાથે હિમાચલ ફરવા માટે જઈ રહી છે પરંતુ વાત કઈક અલગ જ હતી. (તસવીર- મૃતક સૌરભકુમાર)
મીડિયા રિપોર્ટ્સ મુજબ મર્ચન્ટ નેવીમાં કામ કરતા સૌરભ રાજપૂતની પત્ની મુસ્કાનના સાહિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. બંનેએ મળીને સૌરભની હત્યાનું ષડયંત્ર રચ્યું. હત્યાની રાતે મુસ્કાન અને સાહિલે મળીને સૌરભ પર ચાકૂથી અનેક વાર કર્યા જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. ત્યારબાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં નાખીને તેના પર સિમેન્ટ અને પાણીથી મોઢું બંધ કરી દીધુ. જેથી કરીને વાસ ન ફેલાય અને કોઈને શક ન થાય. (તસવીર- આરોપી પત્ની મુસ્કાન)
પાડોશીઓએ જણાવ્યું કે 10 દિવસથી ઘર બંધ હતું અને મુસ્કાન ક્યાય જોવા મળી નહતી. મંગળવારે જ્યારે મકાન માલિકને ઘરમાંથી ખુબ વાસ આવવા લાગી તો તેમણે પોલીસને જાણ કરી. પોલીસ દરવાજો તોડીને અંદર જઈને જોયું તો ત્યાં એક મોટું ડ્રમ પડ્યું હતું જેમાંથી વાસ આવતી હતી. પોલીસે હથોડા અને ડ્રિલ મશીનથી ડ્રમ તોડાવ્યું તો તેમાંથી સૌરભની લાશ મળી. ડ્રમનું મોઢું સીમેન્ટથી એવી રીતે બંધ કરાયું હતું કે તેને ખોલવામાં પોલીસને દોઢ કલાક લાગી ગયો.
હત્યા બાદ મુસ્કાને પ્રેમી મોહિત સાથે ફરવાનો પ્લાન ઘડી નાખ્યો અને ઘરમાં તાળું મારીને જતી રહી હતી. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. મકાન માલિક અને અન્ય ભાડુઆતોની પણ પૂછપરછ થઈ રહી છે. ઈન્સ્પેક્ટર રામાકાંત પચૌરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મામલો લગ્નેત્તર સંબંધો અને સંપત્તિ વિવાદ સાથે જોડાયેલો લાગે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે અને આગળની તપાસ ચાલુ છે. (તસવીર- આરોપી પ્રેમી સાહિલ)
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે મુસ્કાને માતાને ફોન પર હત્યાની પૂરેપૂરી સચ્ચાઈ જણાવી દીધુ. માતાએ તેની સૂચના પોલીસને આપી અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને મુસ્કાનની પૂછપરછ કરી. મુસ્કાને ગુનો કબુલી લીધો અને જણાવ્યું કે પ્રેમી સાહિત સાથે મળીને સૌરભને મોતને ઘાટ ઉતારી દીધો. અત્રે જણાવવાનું કે સૌરભકુમારે 2016માં પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ પરિવાર સાથે વિવાદ ચાલતો હતો.
Trending Photos