IPL 2025 પહેલા શ્રેયસ અય્યરે લીધો મોટો નિર્ણય, ચાહકોને આપી અપડેટ
IPL 2025 : IPL 2025ને આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ લીગ 22 માર્ચથી શરૂ થશે, જેમાં ચાહકોને બે મહિના સુધી દરરોજ સસ્પેન્સ અને રોમાંચનો ડોઝ મળશે. ત્યારે IPL 2025 પહેલા શ્રેયસ અય્યરે મોટો નિર્ણય લીધો છે.
IPL 2025ની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સના નવા કેપ્ટન શ્રેયસ અય્યરે મોટો નિર્ણય લીધો છે. આ વાતનો ખુલાસો તેણે પોતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો.
તમને જણાવી દઈએ કે શ્રેયસ અય્યરની ટીમ પંજાબ કિંગ્સ 25 માર્ચથી IPLમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેનો સામનો 2022ની વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ સામે થશે.
પંજાબ કિંગ્સએ 26.75 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને શ્રેયસ ઐયરને ટીમમાં સામેલ કર્યો અને તેને કેપ્ટન બનાવ્યો. શ્રેયસ અય્યરે પોતાની કપ્તાની હેઠળ 2024માં KKRને ચેમ્પિયન બનાવ્યું હતું. જો કે, KKRએ તેને IPL 2025ની હરાજી પહેલા રિલેઝ કર્યો હતો. હવે અય્યરે પોતાની બેટિંગ પોઝિશનને લઈને મોટો નિર્ણય લીધો છે.
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર T20માં નંબર 3 પર પોતાની છાપ છોડવા માંગે છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન શ્રેયસે ચોથા નંબરે આવીને સારું પ્રદર્શન કર્યું હતું. જો કે, હવે તે પંજાબ કિંગ્સ સાથે તેની સફર શરૂ કરતા પહેલા નવી ભૂમિકા પર નજર રાખી રહ્યો છે.
ટૂર્નામેન્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં બોલતા શ્રેયસે કહ્યું કે તે આ સિઝનમાં પંજાબ માટે નંબર 3 પર પોતાની છાપ છોડવા માંગે છે અને તે તેના સ્થાનને લઈને એકદમ સ્પષ્ટ છે.
પોતાની બેટિંગ પોઝિશન અંગે અય્યરે કહ્યું કે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે IPL ભારતીય ક્રિકેટનો અભિન્ન ભાગ છે. જો હું T20માં કોઈ પણ સ્થાન પર પોતાને સ્થાપિત કરવા માંગુ છું, તો તે નંબર 3 હશે. તેના પર હું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું.
તમને જણાવી દઈએ કે શ્રેયસે ટી-20માં નંબર 3 પર બેટિંગ કરીને સારું પ્રદર્શન કર્યું છે. તેણે ભારત માટે 19 મેચમાં 530 રન બનાવ્યા છે. શ્રેયસે એમ પણ કહ્યું કે ટ્રોફી જીતવાને મહત્વ આપવામાં આવશે. જો કે, તેને લાગે છે કે તેના પર ટ્રોફી જીતવાનું કોઈ દબાણ નથી.
Trending Photos