ચેમ્પિયન્સ ટ્રોફી બાદ શુભમન ગિલને મળી ખુશખબર...ICCએ આપ્યો મોટો એવોર્ડ
Shubman Gill : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર બેટિંગ બદલ ICCએ શુભમન ગિલની એક મોટા એવોર્ડ માટે પસંદગી કરી છે. ગિલ સિવાય ICCએ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને પણ આ એવોર્ડ માટે નોમિનેટ કર્યા હતા, પરંતુ શુભમન ગિલે આ એવોર્ડ જીત્યો હતો.
Shubman Gill : શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં તેનો મોટો ફાળો હતો. હવે ICCએ તેને મોટા એવોર્ડ માટે પસંદ કર્યો છે.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ફેબ્રુઆરી 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આ મામલામાં તેણે સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને હરાવીને આ એવોર્ડ જીત્યો છે.
ફેબ્રુઆરી મહિના દરમિયાન શુભમન ગિલે 406 રન બનાવ્યા હતા. આમાં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચોનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન શુભમન ગિલનો સ્ટ્રાઈક રેટ અને એવરેજ અદ્ભુત હતી.
ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ વનડે મેચોમાં શુભમન ગીલે દરેક વખતે 50 થી વધુ રન બનાવ્યા હતા. આ પછી, જ્યારે તે ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની પ્રથમ મેચ માટે મેદાનમાં આવ્યો, ત્યારે તેણે બાંગ્લાદેશ સામેની પહેલી જ મેચમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ બતાવ્યું.
શુભમન ગિલને ત્રીજી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ પહેલા તેણે આ એવોર્ડ જાન્યુઆરી 2023માં અને ત્યારબાદ સપ્ટેમ્બર 2023માં પણ જીત્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અત્યાર સુધીમાં ત્રણ વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.
બાબર આઝમે એપ્રિલ 2021, માર્ચ 2022 અને ત્યારબાદ સપ્ટેમ્બર 2023માં પણ આ એવોર્ડ જીત્યો હતો. ઈંગ્લેન્ડના હેરી બ્રુક, બાંગ્લાદેશના શાકિબ અલ હસન, શ્રીલંકાના કામેન્દુ મેન્ડિસ અને ભારતના જસપ્રિત બુમરાહ બે વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. હવે શુભમન ગિલ આ બધાથી આગળ નીકળી ગયો છે.
Trending Photos