શુક્રનું માર્ગી થવું અને ગોચરથી ડબલ ફાયદો, આ 3 રાશિઓ પર થશે અપાર ધનવર્ષા; જ્યાં હાથ મુકશે ત્યાં મળશે સફળતા!
Shukra Gochar 2025 And Margi: શુક્ર ગ્રહ ધન-વૈભવનો કારક છે. આ ગ્રહની સ્થિતિ વૈવાહિક જીવન પર સીધી અસર કરે છે. આવો જાણીએ કે વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્રની ચાલની રાશિ પર કેવા પ્રકારનો પ્રભાવ પડવાનો છે.
સુખ, વૈભવ અને ધનનો કારક
વૈવાહિક જીવનમાં પ્રેમ, સુખ, વૈભવ અને ધનનો કારક ગ્રહ શુક્ર 28 જાન્યુઆરીએ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચક કર્યું હતું અને આ વર્ષે 31 મે સુધીમાં તે જ રાશિમાં આ ગ્રહ સંચરણ થવાનો છે. મીન રાશિમાં શુક્ર ગ્રહ 2 માર્ચ 2025ના રોજ વક્રી થયો અને હવે 13 એપ્રિલે માર્ગી થવાનો છે. એટલું જ નહીં મેષ રાશિમાં 31 મેના રોજ શુક્ર પ્રવેશ કરશે.
વક્રીથી માર્ગી
શુક્ર ગ્રહની વક્રીથી માર્ગી થવું અને મેષ રાશિમાં ગોચર કરવાથી રાશિચક્રની તમામ રાશિઓ પર તેનો પ્રભાવ સકારાત્મક અને નકારાત્મક રૂપે પડી શકે છે, પરંતુ 3 એવી રાશિઓ છે જેના પર શુક્રની ચાલનો ખૂબ જ સારી પ્રભાવ પડવાની સંભાવના છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૃષભ રાશિ
શુક્રનું માર્ગી થવું અને મીન રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ રાશિના જાતકોની કારકિર્દીમાં મોટો અને સકારાત્મક બદલાવ આવવાની સંભાવના છે. પ્રગતિના માર્ગો ખુલશે. જાતક મહેનતનું ફળ મેળવી શકશે. ઘર-પરિવાર અને કાર્યસ્થળ પર માન-સન્માન વધશે.
વૃષભ રાશિના જાતકો
શુક્ર ગ્રહ પ્રેમનો કારક છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના જાતકોનો પ્રેમ સંબંધ વધુ ગાઢ બનશે. પ્રેમ લગ્નની શક્યતાઓ વધશે. જીવનસાથી સાથે મધુરતા વધશે. સંતાનોને લઈને જાતકોની ચિંતાનો અંત આવશે. સંતાનને શિક્ષણના ક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહની ચાલ અને રાશિ પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થવાનું છે. વિવાહિત જીવન સુખી રહેશે અને પ્રેમ મેળવવામાં સફળ થશો. લગ્ન સંબંધી બાબતોને અંતિમ સ્વરૂપ મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.
કન્યા રાશિના જાતકો
કન્યા રાશિના જાતકોના વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. સાસરિયા પક્ષ તરફથી પૂરો સહયોગ મળશે. વેપાર સંબંધિત મામલાઓમાં મોટો ફાયદો થઈ શકે છે. નોકરી મેળવવાના મામલામાં તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કાર્ય માટે ઉર્જા વધશે. આ સમયગાળા દરમિયાન બગડેલા કામ પણ થવા લાગશે.
ધન રાશિ
શુક્ર ગ્રહની ચાલથી ધન રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. માતાનો સંપૂર્ણ સહયોગ મળશે અને કામમાં સફળતાના માર્ગો ખુલશે. આવકમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થવાને કારણે ધન એકઠું કરવામાં સફળ રહેશો. સ્થાવર મિલકત સંબંધિત કાયદાકીય બાબતોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.
ધન રાશિના જાતકો
ધન રાશિના જાતકો મિત્રો અને સંબંધીઓ સાથે સારો સમય પસાર કરશે. સારા સમાચારથી મન શાંત થશે. યાત્રાને લઈ સાવધાન રહો. વિદેશી મિત્રો તરફથી મોટી મદદ મળવાની સંભાવના છે. નવા લોકો સાથે મેળાપ વધવાથી કામ પૂરા થશે. બિઝનેસમાં કરેલી મહેનતનું પરિણામ સારું મળી શકે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.
Trending Photos