29 જૂનથી આ 3 રાશિવાળા પર પાણી નહીં પૈસાનો થશે વરસાદ...અત્યંત શુભ રાજયોગ તમારા નસીબનું તાળું ખોલશે, માલામાલ કરશે

ધન સમૃદ્ધિ, પ્રેમ રોમાન્સનો ગ્રહ શુક્ર જ્યારે ગોચર કરે ત્યારે જાતકોની આર્થિક સ્થિતિ પર મહત્વની અસર પાડે છે. 29 જૂનના રોજ જે શુક્ર ગોચર થઈ રહ્યું છે તે અદભૂત અને  ફળદાયી નીવડી શકે છે. 

1/4
image

શુક્ર ગ્રહ દર મહિને લગભગ રાશિ પરિવર્તન કરે છે. હાલ શુક્ર મેષ રાશિમાં છે અને જલદી ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિના સ્વામી પણ શુક્ર છે. શુક્રના પોતાના જ રાશિમાં ગોચરથી માલવ્ય નામનો ભવ્ય રાજયોગ બનશે જે 26 જુલાઈ 2025 સુધી રહેશે. માલવ્ય રાજયોગ 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવશે. 

મેષ રાશિ

2/4
image

મેષ રાશિના જાતકો માટે શુક્ર  ગોચરથી બનનારો માલવ્ય રાજયોગ સારો એવો ધનલાભ કરાવે તેવા યોગ છે. અટકેલા પૈસા પાછા મળે તેવા પ્રબળ યોગ છે. કોઈ મોટી ખુશી મળી શકે છે. નોકરીયાતો માટે સારો સમય છે. 

વૃષભ રાશિ

3/4
image

વૃષભ રાશિમાં જ માલવ્ય યોગ બની રહ્યો છે જે જાતકો માટે ખુબ શુભ છે. જે તમને ઢગલો સફળતાઓ અને સુખ સુવિધાઓ અપાવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે અને અચાનક ધન પ્રાપ્તિની તકો મળશે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નફો થશે. 

4/4
image

કુંભ રાશિના જાતકો માટે પણ શુક્ર ગોચર અને માલવ્ય રાજયોગ શુભ રહેશે. તમને પૈતૃક સંપત્તિથી લાભ થશે. સુખ સમૃદ્ધિ વધશે. જે લોકો પોતાનું ઘર લેવાનું સપનું જોતા હશે તેમનું સપનું પૂરું થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)