24 કલાક બાદ આ જાતકોના સિતારા ચમકી જશે, ગુરૂ-શુક્ર બનાવશે શતાંક યોગ, અચાનક થશે ધનલાભ
Lucky Zodiac Signs: વૈદિક પંચાંગ અનુસાર મંગળવાર 11 નવેમ્બરે શુક્ર અને ગુરૂ 100 અંશની કોણીય સ્થિતિમાં રહેશે, જેનાથી શુભ શતાંક યોગ બનવા જઈ રહ્યો છે.

વૈદિક પંચાંગ અનુસાર ગ્રહ સમય-સમય પર ગોચર કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-વિદેશ પર પડે છે. તમને જણાવી દઈએ કે મંગળવાર 11 નવેમ્બરે શુક્ર અને ગુરૂ 100 અંશની કોણીય સ્થિતિમાં રહેશે, જેનાથી શતાંક યોગનું નિર્માણ થશે. આ યોગ બનવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓની આવકમાં વધારો અને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
ધન રાશિ

તમારા લોકો માટે શતાંક યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. વેપારીઓ માટે નવા કરાર અને સોદા સફળ રહેશે. નોકરી કરનાર જાતકો માટે પ્રમોશન અને જવાબદારી વધવાનો યોગ છે. સાથે રોકાણ અને બચતના મામલામાં સકારાત્મક પરિણામ મળશે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
કર્ક રાશિ

શતાંક યોગ બનવાથી કર્ક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. આ સમયે તમને કોઈ વાહન કે પ્રોપર્ટી મળશે. કરિયર અને વ્યાવસાયમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. અટવાયેલું ધન મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ અને ભાગીદારીમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. આ દરમિયાન દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તમને અપાર ધન મળી શકે છે. સાથે માનસિક તણાવથી મુક્તિ મળશે.
કન્યા રાશિ

તમારા લોકો માટે શતાંક યોગ શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. આ સમયે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમે સમાજમાં લોકપ્રિય થશો. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન તમને અટવાયેલા પૈસા સરળતાથી મળી જશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોનો સહયોગ મળશે અને માન-સન્માન વધશે. જૂના પ્રોજેક્ટ્સમાં સફળતા મળવાનો યોગ છે. વ્યક્તિગત સંબંધોમાં સમજદારી અને સહયોગ રહેશે. આ દરમિયાન નવી નોકરી, વાહન કે સંપત્તિ મળવાનો યોગ છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે અને મનમાં નવી ઉંગો જાગશે. જીવનમાં સ્થિરતા અને સન્માનમાં વધારો થશે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos




