5-5-5: એટલે 5 વર્ષ, 5 ટકા અને 5 કરોડ... SIPની આ ફોર્મ્યુલાથી લાગશે જેકપોટ, દર મહિને 2.60 લાખનું પેન્શન પાકું

Personal Finance: જો તમે સમય પહેલા નિવૃત્તિ લેવા માંગો છો, તો તમે SIPના 'ટ્રિપલ 5' ફોર્મ્યુલાને અપનાવીને 5 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. આ ફોર્મ્યુલા 5 વર્ષ પહેલા રિટાયરમેન્ટ અને દર વર્ષે SIPમાં 5% વધારો કરવા પર ભાર મૂકે છે. આનું કારણ એ છે કે, રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એક મોટું કોર્પસ કમ્પાઉન્ડિંગ (Compounding)ની મદદથી એકઠું થાય છે. ધ્યાનમાં રાખો કે, કમ્પાઉન્ડિંગની વાસ્તવિક શક્તિ ત્યારે દેખાય છે જ્યારે લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે SIP સંબંધિત આ ફોર્મ્યુલા કેવી રીતે કાર્ય કરે છે.

શા માટે જરૂર છે જલ્દી શરૂઆત?

1/6
image

રિટાયરમેન્ટનું પ્લાનિંગ વહેલું શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગનો સંપૂર્ણ લાભ મળે છે. 25 વર્ષની ઉંમરે SIP શરૂ કરવાથી મોટું ભંડોળ ઝડપથી બનાવવામાં મદદ મળી શકે છે.

5 વર્ષ એટલે 5 વર્ષ વહેલા નિવૃત્તિ

2/6
image

ટ્રિપલ 5ના પહેલા 5નો અર્થ છે 5 વર્ષ વહેલા નિવૃત્તિ. વહેલા પ્લાનિંગ કરવાથી 55 વર્ષની ઉંમરે 5 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કરી શકાય છે.

5% એટલે દર વર્ષે SIPમાં 5%નો વધારો

3/6
image

દર વર્ષે તમારી SIPમાં 5% નો વધારો કરો. આનાથી રોકાણની રકમ ધીમે-ધીમે વધશે અને કમ્પાઉન્ડિંગની શક્તિને કારણે મોટી મૂડી બનશે.

5 કરોડ એટલે તમારું ભંડોળ

4/6
image

જો તમે 5% વૃદ્ધિ સાથે રોકાણ કરવાનું ચાલુ રાખશો, તો 55 વર્ષની ઉંમર સુધીમાં તમારી પાસે 5 કરોડનું ભંડોળ હશે, જે તમારી નિવૃત્તિની ચિંતાઓનો અંત લાવશે.

કેવી રીતે એકઠા થશે 5 કરોડ?

5/6
image

ઉદાહરણ તરીકે, જો 1000 રૂપિયાની SIP દર વર્ષે 5% વધે અને 11% વળતર મળે, તો 30 વર્ષ પછી તમારું કુલ ભંડોળ 5.20 કરોડ રૂપિયા થઈ શકે છે.

નિવૃત્તિ પછીનું પેન્શન

6/6
image

નિવૃત્તિ પછી 5.20 કરોડ રૂપિયા પર 6% ના FD વ્યાજ પર વાર્ષિક રૂ. 34.20 લાખ મેળવી શકો છો, જેનાથી દર મહિને લગભગ રૂ. 2.60 લાખનું પેન્શન મળશે.