Minor Kills Her Mohter And Sister: પિતાના પ્રેમમાં પાગલ થઈ ગઈ પુત્રી, માતા અને 9 વર્ષની બહેનનું કાસળ કાઢ્યું

જાણો હત્યાનો કેવી રીતે થયો ખુલાસો...

Minor Kills Her Mohter And Sister: બ્રાઝિલના સાઓ પાઉલોથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીં 16 વર્ષની સગીરાને 34 વર્ષના તેના સાવકા પિતા જોડે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ પુત્રીએ સાવકા પિતાની સાથે મળીને માતા અને 9 વર્ષની માસૂમ બહેનને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધા અને બંનેના મૃતદેહોને ઘરની પાછળ ખાડો ખોદીને દાટી દીધા. જાણો હત્યાનો કેવી રીતે થયો ખુલાસો...

વાસનાના પ્રેમમાં આંધળા બનેલા પિતા-પુત્રીએ ઉઠાવ્યું હિચકારું પગલું

1/5
image

અત્રે જણાવવાનું કે પોલીસ તપાસમાં જ્યારે આરોપીના ઘરની પાછળ જમીન ખોદવામાં આવી તો ત્યાંથી બે મૃતદેહો મળી આવ્યા. જેમાંથી એક આરોપીના પત્નીનો અને બીજો તેની 9 વર્ષની પુત્રીનો હતો. આરોપીના ઘર પાસેથી તેની પત્ની અને પુત્રીના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ પોલીસે આ ખૌફનાક ઘટનાને અંજામ આપવાના આરોપમાં વ્યક્તિ અને તેની 16 વર્ષની સગીરાની ધરપકડ કરી. (તસવીર-સાભાર ગ્લોબો)

આરોપી પિતાએ કર્યું સગીર પુત્રીનું શોષણ

2/5
image

પોલીસના જણાવ્યાં મુજબ તપાસ ટીમે માતા અને 9 વર્ષની પુત્રીના મૃતદેહોને આરોપીના ઘરની પાછળ ખોદકામ કરીને બહાર કાઢ્યા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે 16 વર્ષની સગીર પુત્રીને તેના 34 વર્ષના સાવકા પિતા સાથે પ્રેમ થઈ ગયો. આરોપીએ અનેકવાર તેની 16 વર્ષની પુત્રીનું શારીરિક શોષણ પણ કર્યું. સગીરા તેની માતાને નફરત કરતી હતી. તેણે માતા અને બહેનની હત્યા કરવામાં સાવકા પિતાને સાથ આપ્યો (તસવીર-સાભાર ફેસબુક)

આરોપીએ ગુનો કબૂલ્યા બાદ શું કહ્યું

3/5
image

સગીરા સાથે મળીને પત્ની અને બીજી પુત્રીની હત્યા કરનારા વ્યક્તિનું નામ ફેબ્રિસિયો એરિના છે. તેની ઉંમર 34 વર્ષ છે. ફેબ્રિસિયો એરિનાએ પોલીસ સામે ગુનો કબૂલી લીધો છે. આરોપી ફેબ્રિસિયો એરિનાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે નવેમ્બર 2020માં ઝગડા થયો તે સમયે પત્નીની હત્યા કરી નાખી હતી. (તસવીર-ફેસબુક)

આ કારણસર માસૂમ પુત્રીને પણ મારી નાખી

4/5
image

આરોપી પિતા ફેબ્રિસિયો એરિનાએ જણાવ્યું કે પત્નીની હત્યાના એક મહિના બાદ તેણે પોતાની 9 વર્ષની પુત્રીને પણ મારી નાખી કારણ કે તે માતા વિશે સતત પૂછતી રહેતી હતી. પુત્રી દ્વારા વાંરવાર માતા અંગે પૂછવામાં આવતા તે પરેશાન થઈ ગયો હતો. (તસવીર-સાભાર ફેસબુક)

સગીર પુત્રીએ શું કહ્યું?

5/5
image

ડેઈલી મેઈલના જણાવ્યાં મુજબ સગીર પુત્રીએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે તેની માતાને ખુબ જ નફરત કરતી હતી. જો કે સગીરા કહ્યું કે તેણે તેની માતા અને બહેનને માર્યા નથી. (તસવીર-સાભાર ફેસબુક)