ડ્રાય સ્કિન પર આવી શકે છે ચાંદ જેવો નિખાર! એલોવેરા જેલમાં મિક્સ કરીને લગાવો આ વસ્તુ

Skin Care Tips: ગ્લોઈંગ સ્કિન માટે એલોવેરા જેલ ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. ડ્રાય સ્કિનના લોકો ચેહરા પર ગ્લો માટે એલોવેરા જેલની સાથે આ વસ્તુને મિક્સ કરીને લગાવી શકે છે.

1/6
image

ડ્રાય સ્કિનના લોકો ઘણીવાર ગ્લોને લઈ ચિંતિત રહે છે. ઉનાળાની ઋતુમાં પણ તે ડ્રાય સ્કિનની સમસ્યાથી પરેશાન રહે છે. સ્કિનને ગ્લોઈંગ અને ડ્રાયનેશને ઘટાડવા માટે તમે એલોવેરાની સાથે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ લગાવવાથી સ્કિન હેલ્ધી અને ચમકદાર બની શકે છે. કારણ કે, એલોવેરામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટી-ઈન્ફે્લેમેન્ટરી ગુણ હોય છે, જે સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે.

ચહેરાની નિખાર

2/6
image

ચહેરા પર ગ્લો લાવવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. એલોવેરા જેલ લગાવવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ચેહરો ચમકદાર પણ બને છે.

એલોવેરા અને ગ્લિસરીન

3/6
image

એલોવેરા અને ગ્લિસરીનને મિક્સ કરીને લગાવવાથી ઘણો ફાયદો થઈ શકે છે. ગ્લિસરીન સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ડ્રાય સ્કિનના લોકો માટે એલોવેરા અને ગ્લિસરીનની પેસ્ટ ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે.

આ પેસ્ટ કેવી રીતે બનાવવી?

4/6
image

2 ચમચી એલોવેરા જેલ લો. આ પછી તેમાં 2 ચમચી ગ્લિસરીન ઉમેરો. બન્ને પ્રોડક્ટને સારી રીતે મિક્સ કરો. આ પછી આ પેસ્ટને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ચહેરો ધોઈ લો. જો તમે આ પેસ્ટને રાત્રે લગાવી રહ્યા છો, તો તમે તેને આખી રાત રાખી શકો છો.

એલર્જી

5/6
image

જો તમને એલોવેરા જેલ લગાવ્યા પછી ખંજવાળ આવે છે અથવા જો સ્કિન લાલ થઈ જાય તો તમારે એલોવેરા જેલનો ઉપયોગ ન કરવો જોઈએ. બળતરા અને ખંજવાળના કિસ્સામાં પેસ્ટને તરત જ દૂર કરો.

6/6
image

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી. જો તમે તમારા સ્વાસ્થ્ય અથવા ત્વચા સાથે સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.