વાવાઝોડું તો ગયું, હવે ગુજરાત પર મોટી આફત આવશે! 15 થી 17 એપ્રિલ સુધી આકાશમાંથી કાળ આવશે

Written ByDipti Savant
Published: Apr 15, 2025, 09:06 AM IST|Updated: Apr 15, 2025, 09:06 AM IST

Heatwave Alert : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈને જતું રહ્યં છે, ત્યારે વાતાવરણે ભયંકર રીતે કરવટ બદલી છે. હવે આકાશમાંથી અગન જ્વાળા વરસશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગુજરાતના 8 શહેરોમાં ગરમીનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવે પછીની આગાહી કેવી છે તે જાણી લો. 

હવામાન વિભાગની આગાહી 1/4

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેર માટે આજે યેલો અલર્ટ સાથે 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ગઈ કાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   

આજથી ફરી હિટવેવની આગાહી 2/4

આજથી ફરી હિટવેવની આગાહી 

આગાહી કહે છે કે, ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હિટવેવની સાથે યેલો અલર્ટની આગાહી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે.  

શહેરોમાં 5 ડિગ્રી પારો વધ્યો 3/4

શહેરોમાં 5 ડિગ્રી પારો વધ્યો 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સાથે ટ્રફ અને સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર ઘટી છે. આગામી 3 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે જેને પગલે ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી છે. આજે 44 ડિગ્રી સુધી પારો પહોંચવાનો વરતારો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરાકાંઠા અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આખું ગુજરાત હીટવેવના સકંજામાં4/4

આખું ગુજરાત હીટવેવના સકંજામાં

આગાહી અનુસાર, આજથી ગુજરાત હિટવેવની ચપેટમાં આવી જશે. ગુજરાતમાં હિટવેવના નવા રાઉન્ડનું લોજિક એવું છે કે, ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ગુજરાતમાં તાપમાનનો પારો ઉંચો ચઢાવશે.