મુંબઈમાં બે લક્ઝરી ફ્લેટ, બાળકો કરે છે પ્રીમિયર સ્કૂલમાં અભ્યાસ... જાણો દુનિયાનો સૌથી ધનીક ભિખારી કોણ?
શું તમે જાણો છો કે મુંબઈના એક વ્યક્તિને દુનિયાનો સૌથી અમીર ભિખારી કહેવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ માત્ર ભીખ માંગીને 7.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી અને 1.5 કરોડ રૂપિયાના બે ફ્લેટનો માલિક બની ગયો છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
કોણ છે આ ભિખારી?
આ ભિખારીનું નામ ભરત જૈન છે જેનો જન્મ આર્થિક રીતે નબળા પરિવારમાં થયો હતો. તેણે જણાવ્યું કે તેનું બાળપણ મુશ્કેલીભર્યું હતું કારણ કે ભોજન અને જરૂરી સુવિધા મળતી નહોતી. તેવામાં તેણે પોતાના પરિવારની મદદ માટે નાની ઉંમરમાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું.
કેટલા દિવસ ભીખ માંગે છે?
તે ચાર દાયકાથી ભીખ માંગે છે. તે દરરોજ 10-12 કલાક ભીખ માંગે છે અને આ કામ વર્ષમાં 365 દિવસ કરે છે.
દરરોજ કેટલી કમાણી?
મીડિયા અહેવાલો અનુસાર, ભરત જૈન દરરોજ લગભગ ₹2,000 થી ₹2,500 કમાય છે, જેની સાથે તેઓ એક મહિનામાં 60,000 થી 75,000 રૂપિયા સરળતાથી કમાઈ લે છે.
કઈ રીતે બનાવી સંપત્તિ
ભરત જૈનના કહેવા પ્રમાણે, તેણે મુંબઈના રસ્તાઓ પર ભીખ માંગીને જે પણ કમાણી કરી હતી તે તેણે સમજદારીપૂર્વક રોકાણ કર્યું હતું. હાલમાં, તેઓ મુંબઈમાં ₹1.4 કરોડના બે વૈભવી એપાર્ટમેન્ટ ધરાવે છે. ભરત જૈનની કુલ સંપત્તિ ₹7.5 કરોડ છે.
મને ભીખ માંગવાનું સારૂ લાગે છે
ભરત જૈને ઈકોનોમિક ટાઇમ્સને જણાવ્યું- મને ભીખ માંગવાનું પસંદ છે અને હું તેને છોડવા ઈચ્છતો નથી. તેણે કહ્યું કે, મને મંદિરોમાં દાન કરવું સારૂ લાગે છે. પરંતુ હું લાલચી નથી, ઉદાર છું.
મુંબઈના ઠાણેમાં બે દુકાન
ભરત જૈન પાસે મુંબઈના ઠાણેમાં બે દુકાનો છે. જેનાથી તેને મહિને 30 હજાર ભાડું મળે છે. લોકો ભરત જૈનને જોઈને આશ્ચર્યચકિત થાય છે, કારણ કે હવે તેમની પાસે નાણાકીય સ્થિરતા છે. ઘણા લોકો તેને તેની આદત અથવા વ્યસન માને છે તો કેટલાક તેને તેની નમ્રતા કહે છે. પરંતુ સત્ય એ છે કે જે દેશમાં ભીખ માંગવી સામાન્ય છે, ભરત જૈને સમજદારીપૂર્વક રોકાણ કર્યું અને તેમની સખત મહેનત દ્વારા ગરીબીમાંથી બહાર આવ્યા અને તેમના પરિવાર માટે સારું જીવન બનાવ્યું.
Trending Photos