છાતીના પાટિયા પાડી દે તેવી અંબાલાલ પટેલની આગાહી! ઠંડી-વાવાઝોડું છોડો, આવશે આ નવી મુસીબત!

Ambalal Patel Agahi: રાજ્યમાં આગામી પાંચ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં જ રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધી શકે છે. આજે નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડી શહેર નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલીમાં લઘુતમ તાપમાન 10.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 થી 15 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

1/5
image

બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચું જોવા મળ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે આકાશ સ્પષ્ટ રહેવાની સંભાવના છે. જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે એટલે હાલ વરસાદની કોઈ ચેતવણી નથી.

2/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે. જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં 10-11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી પણ કરી છે. તેમણે કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 

3/5
image

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તો બનાસકાંઠાના ભાગોમાં 10-11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં 10 ડિગ્રી તાપમાન રહેશે.

4/5
image

કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરતા હવામાન નિષ્ણાતે કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેને કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ અને અરબ સાગરમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે. 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતા રહેશે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. 

5/5
image

ગુજરાતનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હાલમાં રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, જેના કારણે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.