Surya Nakshatra Gochar 2025: 72 કલાકમાં શરૂ થશે આ 3 રાશિઓનો ખરાબ સમય, નોકરી-વેપારમાં આવશે મુશ્કેલી, આર્થિક નુકસાનનો ભય!

Sun Nakshatra Transit 2025: ગ્રહોના રાજા સૂર્ય નક્ષત્ર ગોચર કરશે અને આ નક્ષત્રના સ્વામી ચંદ્ર છે. સૂર્યનું ચંદ્રના નક્ષત્રમાં ગોચર 3 રાશિના જાતકો માટે સારૂ કહી શકાય નહીં.
 

1/5
image

Surya Nakshatra Gochar in Rohini 2025: સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ ખાસ હોય છે. આ સમયે સૂર્ય ધરતીની સૌથી નજીક હોય છે, જેથી સૂર્યના કિરણો ધરતીના મોટા ભાગને વધુ ગરમ કરે છે. તેથી સૂર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચરની સાથે વર્ષના સૌથી ગરમ દિવસો શરૂ થાય છે, જેને નૌતપા કહેવાય છે. આ દરમિયાન ધરતી ખૂબ તપે છે. આ વખતે સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ 25 મે 2025ના થવાનો છે. સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન દરેક રાશિના જાતકો પર અસર કરશે પરંતુ ત્રણ જાતકો માટે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. આ લોકોએ પડકારનો સામનો કરવો પડી શકે છે. જાણો કયા જાતકોએ 25 મેથી સંભાળીને રહેવાની જરૂર છે.

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિઃ સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ કહી શકાય નહીં. આ જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. ખર્ચ વધશે. રોકાણ કરવાથી બચો, બાકી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. કરિયરમાં ઈચ્છીત સફળતા ન મળવાથી ઉદાસી થઈ શકે છે. કુંવારા લોકો માટે આ મુશ્કેલ સમય સાબિત થઈ શકે છે.

તુલા રાશિ

3/5
image

તુલા રાશિઃ તુલા રાશિના જીવનમાં સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ અચાનક નકારાત્મક ફળ આપી શકે છે. કોઈ નુકસાન કે ખરાબ સમાચાર મળી શકે છે. તણાવ, થાક, બીમારીનો શિકાર થવાની આશંકા છે. વાહન ચલાવવા સમયે સતર્ક રહો. કામ કરવામાં એકાગ્રતા બનાવી રાખો, બાકી ભૂલ થઈ શકે છે.  

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકોએ આ દરમિયાન સાવચેતી રાખવી પડશે. ખોટા ખર્ચને કારણે દેવામાં ડૂબી શકો છો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સંપત્તિને લઈ વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. હાર્ટ કે પેટની સમસ્યા થઈ શકે છે. કરિયરમાં વિરોધી પરેશાન કરી શકે છે. આ અશુભ પ્રભાવથી બચવા માટે રવિવારે દાન-પુણ્ય કરો.  

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.