Surya Ketu Yuti in Leo 2025: ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરી પોતાની રાશિમાં પ્રવેશ કરવાના છે. સૂર્યનું સિંહમાં ગોચર એક તોફાની યુતિ બનાવવા જઈ રહ્યું છે, કારણ કે અહીં ક્રૂર ગ્રહ કેતુ પહેલાથી હાજર છે. સૂર્ય કેતુની યુતિ પાંચ રાશિના જાતકો માટે શુભ રહેવાની છે.
1/7Surya Gochar 2025: 17 ઓગસ્ટે સૂર્ય ગોચર કરી રહ્યાં છે અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિના સ્વામી સૂર્યનું સ્વરાશિમાં આવવું મોટી ઘટના છે, આવું એક વર્ષમાં એકવાર થાય છે. આ સાથે કેતુ પહેલાથી સિંહ રાશિમાં બિરાજમાન છે. કેતુ અને સૂર્યની યુતિ 18 વર્ષ બાદ સિંહ રાશિમાં બનશે.
કેતુ દોઢ વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે, તેથી તે 18 વર્ષ બાદ સિંહ રાશિમાં બિરાજમાન છે. સાથે સૂર્ય પણ સિંહ રાશિમાં ગોચર કરશે. તેથી 18 વર્ષ બાદ સિંહ રાશિમાં સૂર્ય-કેતુની યુતિ બની રહી છે. જેની અદર દરેક રાશિઓ પર પડશે, પરંતુ પાંચ રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
સૂર્ય અને કેતુની યુતિ મેષ રાશિના જાતકોને કરિયરની સાથે-સાથે પર્સનલ લાઇફમાં પણ લાભ આપશે. લવ કપલ્સની લગ્નની યોજના બની શકે છે. નોકરીમાં તમારા ટેલેન્ટમાં નિખાર આવશે.
સિંહ રાશિના લોકોને સૂર્ય અને કેતુની યુતિ સૌથી વધુ લાભ આપશે. આ લોકોને આધ્યાત્મમાં રસ વધશે. માનસિક મજબૂતી આપશે. નોકરી કરનાર માટે સારો સમય છે. સમાજમાં સન્માન મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને બેંક બેલેન્સ વધશે.
તુલા રાશિના લોકો માટે સૂર્ય-કેતુ કારોબારમાં લાભ આપશે. જૂની મુશ્કેલી દૂર થશે. ધનનું આગમન થશે. અટવાયેલા કામ થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળશે અને મોટા લોકો સાથે સંપર્ક બંધાશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે 17 ઓગસ્ટ બાદ લાભનો યોગ છે. સ્વાસ્થ્ય સારૂ થશે. કામમાં મન લાગશે. તમારૂ પરફોર્મંસ સારૂ થશે. સમાજમાં માન-સન્માન વધશે. શિસ્તબદ્ધ દિનચર્યા દરેક બાબતમાં લાભ આપશે.
મકર રાશિના જાતકોને આ યુતિ લાભ આપશે. તમારા કરિયર માટે સકારાત્મક સમય છે. સીનિયર્સનો સહયોગ મળશે. પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે. કોઈ સારી તક મળે તો તેને ગુમાવતા નહીં.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.