કરોડોના આલિશાન બંગલામાં રહે છે સુરેશ રૈના, જુઓ ઘરની Inside Pictures

ક્રિકેટર સુરેશ રૈનાના આલિશાન ઘરની Inside તસવીરો 

Sep 18, 2021, 02:02 PM IST

ઝી મીડિયા/બ્યૂરો :ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર સુરેશ રૈના (Suresh Raina) હાલ આઈપીએલની તૈયારીમાં લાગી ગયા છે. ઈન્ટરનેશન ક્રિકેટને અલવિદા કરી ચૂકેલ સુરેશ રૈનાએ ભારતીય ટીમની અનેક મેચને જીતાડી છે. આ પ્લેયરે રિટાયરમેન્ટ ભલે લઈ લીધી હતી, પરંતુ રૈનૈની પાસે રૂપિયાની કોઈ તંગી નથી. તેમના આલિશાન ઘરની અંદરની તસવીરો જ તેમની જાહોજલાલી સાબિત કરે છે. 

1/5

18 કરોડનું ઘર

18 કરોડનું ઘર

રૈનાના આ આલિશાન બંગલો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજનગરમાં આવેલો છે. રૈનાનું ગાઝિયાબાદ ઉપરાંત દિલ્હી અને લખનઉમાં પણ ઘર આવેલું છે. સુરેશ રૈનાના આ ઘરની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા છે, જે જોવામાં બહુ જ લક્ઝુરિયસ લાગે છે. 

2/5

રૈનાએ શેર કરી તસવીરો

રૈનાએ શેર કરી તસવીરો

આ ઘરમાં બહુ જ મોટું ગાર્ડન છે. જ્યાં સુરેશ રૈના હંમેશા વર્કઆઉટ કરતા નજરે આવે છે. આ ઉપરાંત તેમાં આલિશાન જીમ પણ છે. આ ઘરનું ઈન્ટીરિયર બહુ જ શાનદાર છે. જે દરેકને આકર્ષિત કરે તેવુ છે. 

 

3/5

લક્ઝરી લાઈફ જીવે છે રૈના

લક્ઝરી લાઈફ જીવે છે રૈના

આ ઘરમાં બનેલ તમામ બેડરૂમ લક્ઝુરિયસ છે. જ્યાં મોટા સોફા, પડદા અને મોટું ટીવી લગાવાયેલા છે. રૈના હંમેશા પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. 

4/5

ઘરમાં તમામ સુખ-સુવિધા

ઘરમાં તમામ સુખ-સુવિધા

રૈના પોતાના માતાપિતા, પત્ની પ્રિયંકા અને બાળકો ગ્રાસિયા અને વિરોય સાથે સમય વિતાવતા દેખાય છે. આ ઘરમાં તેમણે દરેક આલિશાન સુખસુવિધા ઉભી કરે છે. 

 

5/5

તેંડુલકરે પણ રૈનાના ઘરની મુલાકાત કરી

તેંડુલકરે પણ રૈનાના ઘરની મુલાકાત કરી

વર્ષ 2017 માં સચીન તેંડુલકર પણ સુરેશ રૈનાના ઘરે ગયા હતા. આ તસવીર તેમણે એ સમયે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.