આવતીકાલથી આ રાશિવાળાનો ખરાબ સમય શરૂ, જીવનમાં ભારે ઉથલપાથલ થાય, મોટું આર્થિક નુકસાન થાય તેવા યોગ

સૂર્ય 17 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોના રાજાનું તુલા રાશિમાં જવું એ કેટલીક રાશિના જાતકો માટે પ્રતિકૂળ રહી શકે છે. જાણો કઈ કઈ રાશિવાળાએ સાવધ રહેવું પડશે. 
 

1/5
image

સૂર્ય ગ્રહ 17 ઓક્ટોબરના રોજ મિત્ર રાશિ કન્યામાંથી નીકળીને તુલા રાશિમાં ગોચર કરશે. વાયુ તત્વની રાશિ તુલામાં સૂર્યનું ગોચર કેટલીક રાશિના જાતકો માટે પડકારભર્યું રહી શકે છે. આ રાશિના જાતકોને કરિયરની સાથે કૌટુંબિક અને આર્થિક મોરચે પણ ઉતાર  ચડાવ જોવા મળી શકે છે. આવામાં જાણો કઈ કઈ રાશિ છે જેમણે સાવધાન રહેવાની જરૂર છે. 

કર્ક રાશિ

2/5
image

સૂર્યનું ગોચર કર્ક રાશિથી ચતુર્થ  ભાવમાં થશે. આ ભાવમાં બેઠેલા સૂર્ય તમારા કૌટુંબિક જીવનમાં ઉથલ પાથલ મચાવી શકે છે. આ દરમિયાન માતા પિતા સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક મોરચે તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. ભેગું થયેલું ધન ખર્ચતા બચજો. કાર્યક્ષેત્રે થનારા રમાતા રાજકારણથી દૂર રહેશો તો સારું રહેશે, નહીં તો ખોટા આરોપ તમારા પર લાગી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સતર્ક રહેવું. ઉપાય તરીકે સૂર્ય ગ્રહના મંત્રોનો જાપ કરો. 

વૃશ્ચિક રાશિ

3/5
image

સૂર્ય વૃશ્ચિક રાશિના દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આ ભાવ વ્યયનો ભાવ કહેવાય છે. આ ભાવમાં સૂર્યના હોવાથી તમારા ખર્ચા વધી શકે છે. ઈનિચ્છાએ અનેક સ્થિતિઓમાં પૈસા ખર્ચાશે. સ્વાસ્થ્ય અંગે પણ સતર્ક રહેવું ખાસ કરીને આંખો પર ખાસ ધ્યાન આપવું. સામાજિક સ્તર પર વાણી પર કંટ્રોલ રાખવો નહીં તો માન સન્માન ઘટી શકે છે. કરિયરના મોરચે આકરી મહેનત  બાદ પણ સફળતા ન મળતા નિરાશા આવી શકે છે. જો કે તમારે ધૈર્ય સાથે આગળ વધવું જોઈએ તો સફળતા મળશે. ઉપાય તરીકે આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. 

મીન રાશિ

4/5
image

સૂર્યનું ગોચર મીન રાશિના અષ્ટમ ભાવમાં થશે જેના પગલે તમારો તણાવ વધી શકે છે. ભવિષ્યને લઈને વધુ પડતું વિચારવાની જગ્યાએ આ દરમિયાન તમારા કર્મ પર ધ્યાન આપવું જોઈએ. આ રાશિના કેટલાક લોકો નોકરી છોડીને પોતાનું કામ શરૂ કરવાનું વિચારી શકે છે. પરંતુ તમારે સલાહ વગર આગળ વધતા બચવું જોઈએ. ધનના મામલાઓમાં નાનકડી બેદરકારી પણ મોટું નુકસાન કરાવી શકે છે. રોકાણ કરવાના હોવ તો કોઈ અનુભવી સાથે વાત જરૂર કરો. ઉપાય તરીકે મીન રાશિવાળાએ સવારનો સમય સૂર્યદેવને જળ ચડાવો. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.