12 દિવસ બાદ ભારે અશુભ સંયોગ સર્જાશે, સૂર્ય-શનિનો હાહાકાર આ રાશિવાળાને રોજ કરાવશે નુકસાન! બરાબર તડપાવશે

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચના રોજ લાગી રહ્યું છે. આ સૂર્ય ગ્રહણ મીન રાશિમાં થઈ રહ્યું છે અને તે દિવસે શનિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આમ દુર્લભ સંયોગ દાયકાઓ બાદ બની રહ્યો છે. 

શનિ-સૂર્યની અશુભ યુતિ

1/7
image

સૂર્યગ્રહણ અને શનિ ગોચર એક જ દિવસે થવાની સાથે સાથે મીન રાશિમાં શનિ અને સૂર્યની અશુભ યુતિ પણ બની રહી છે. આ યુતિ જ્યોતિષની દ્રષ્ટિએ સારી ગણાતી નથી. કારણ કે સૂર્ય અને શનિ પિતા પુત્ર હોવા છતાં શત્રુ ગ્રહ ગણાય છે. આ અશુભ યુતિથી કોને કોને કષ્ટ ભોગવવા પડી શકે તે પણ જાણો.   

મેષ રાશિ

2/7
image

વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ મેષ રાશિના જાતકોને કરિયરમાં ભારે ઉતાર ચડાવ આપી શકે છે. કામનો બોજો ઝેલવો પડશે. સહકર્મીઓ સાથે ઝઘડા થઈ શકે છે. વેપારમાં નુકસાનના યોગ છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. તણાવ રહી શકે.   

કર્ક રાશિ

3/7
image

કર્ક રાશિવાળા આ સમય દરમિયાન કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ ન કરે. નુકસાન થવાના અને પૈસા ફસાઈ જવાના યોગ છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો. નવા કામ શરૂ કરતા બચો. ધૈર્યથી સમય પસાર કરો. 

તુલા રાશિ

4/7
image

તુલા રાશિના જાતકો સાવધાન....પાર્ટનર સાથે સંબંધમાં ગેરસમજ વધી શકે છે. ખર્ચા વધુ થવાથી આર્થિક તંગી મહેસૂસ થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

વૃશ્ચિક રાશિ

5/7
image

વૃશ્ચિક રાશિવાળા આ સમય દરમિયાન સતર્ક રહે. ઘરમાં કંકાસ થઈ શકે છે. જીવનસાથી સાથે સન્માનથી રહો. પ્રોપર્ટી સંબંધિત વિવાદ થઈ શકે છે. જીવનમાં નકારાત્મકતા વધી શકે છે. 

ધનુ રાશિ

6/7
image

ધનુ રાશિવાળા માટે પણ સૂર્યગ્રહણ અને શનિ ગોચરનો સંયોગ અશુભ ફળ આપી શકે છે. આ સમય દરમિયાન રોકાણ ન કરો. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખજો. તમારી વાણી પર સંયમ રાખજો. 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.