સૂર્ય-ગુરુનો નવપંચમ યોગ આ 5 રાશિઓ માટે વરદાન! 17 નવેમ્બરથી શરૂ થશે ગોલ્ડન ટાઈમ

Surya Guru Navpancham Yuti: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોના પરસ્પર સંબંધ અને દ્રષ્ટિ જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવે છે. 17 નવેમ્બર 2025ના રોજ સૂર્ય અને બૃહસ્પતિ (ગુરુ) વચ્ચે બની રહેલ નવપંચમ દ્રષ્ટિ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંયોગ ભાગ્ય, જ્ઞાન, માન-સન્માન અને આર્થિક સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે.

સૂર્ય-ગુરુ યુતિ

1/6
image

જ્યારે સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સફળતાનું પ્રતીક છે, ત્યારે ગુરુ જ્ઞાન, સૌભાગ્ય અને ઘર્મનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બેન્ને ગ્રહો શુભ દ્રષ્ટિમાં હોય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં નવી તકો, માન-સન્માન અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે.

મેષ રાશિ

2/6
image

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો જીવનમાં મોટા પરિવર્તન લાવશે. સૂર્ય અને ગુરુનો નવપંચમ દ્રષ્ટિ યોગ કાર્યસ્થળમાં નવી ઓળખ અને નેતૃત્વની તકો પ્રદાન કરશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તમને અધિકારીઓ તરફથી સહયોગ મળશે. પ્રમોશન અથવા નવી નોકરી મળવાની શક્યતા છે. માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકારી કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે.

વૃષભ રાશિ

3/6
image

વૃષભ રાશિ જાતકો માટે આ યોગ આર્થિક દ્રષ્ટિથી ખૂબ જ શુભ રહેશે. છેલ્લા લાંબા સમયથી અટવાયેલુ ધનની પ્રાપ્તિ થશે અને રોકાણના ક્ષેત્રમાં લાભ થશે. આ સમયગાળો વેપારીઓ માટે નફાકારક સાબિત થશે. આવકના નવા સ્ત્રોત બનશે. પરિવારમાં સુખ અને સંતુલન વધશે. સંપત્તિ કે જમીનમાંથી લાભ થવાની પ્રબળ શક્યતા છે.

સિંહ રાશિ

4/6
image

સિંહ રાશિના જાતકો માટે આ યોગ ભાગ્યમાં વૃદ્ધિનો સંકેત છે. સૂર્ય આ રાશિનો સ્વામી ગ્રહ છે, તેથી સૂર્ય-ગુરુની દ્રષ્ટિનો ખાસ પ્રભાવ રહેશે. ઉચ્ચ પદ, માન-સન્માન અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. સામાજિક પ્રતિષ્ઠા અને ખ્યાતિ પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે સફળતા નજીક છે.

ધન રાશિ

5/6
image

ધન રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ સ્વામી ગ્રહ છે, તેથી આ યોગ અત્યંત શુભ રહેશે. ભાગ્યનો સાથ મળશે અને ઉચ્ચ શિક્ષણ કે વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. ધાર્મિક યાત્રાઓનો યોગ બની શકે છે. અભ્યાસ, સ્પર્ધાઓ અને પરીક્ષાઓમાં સફળતા મળશે. વિદેશ યાત્રા અથવા નવી શરૂઆત થવાની શક્યતા છે. પારિવારિક જીવન આનંદ અને સુમેળથી ભરેલું રહેશે.

મીન  રાશિ

6/6
image

મીન રાશિના જાતકો માટે આ યોગ આંતરિક શક્તિ અને આધ્યાત્મિક વિકાસ દર્શાવે છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ આવશે. નવા કાર્યોમાં સફળતા અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક સંતુલન સારું રહેશે. સંબંધો મધુરતા અને નવી ઉર્જાનો સંચાર થશે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)