આજથી આ રાશિઓનો ગોલ્ડન પીરિયડ થશે શરૂ, સૂર્યદેવ બનાવશે 'કરોડપતિ'! જીવનમાં બધુ મંગળ જ મંગળ

Surya Rashi Parivartan: 17 ઓક્ટોબર 2025ના રોજ એટલે કે આજે ગ્રહોના રાજા સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. સૂર્યનું શુક્રની રાશિમાં ગોચર વૃષભ સહિત 3 રાશિઓને બંપર લાભ કરાવશે. 

1/6
image

18 ઓક્ટોબરના રોજ ધનતેરસ છે અને તેના બરાબર એક દિવસ પહેલા સૂર્ય ગોચર કરી રહ્યા છે. સૂર્ય રાશિ પરિવર્તન કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. કમાલની વાત એ છે કે ત્યાં સાહસ અને શૌર્યના દાતા મંગળ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન છે. જેનાથી મંગળ અને સૂર્યની યુતિ બની રહી છે.   

આદિત્ય મંગળ રાજયોગ આપશે પૈસો જ પૈસો

2/6
image

તુલા રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ આદિત્ય મંગળ રાજયોગનું નિર્માણ કરશે. જેનાથી તમામ 12 રાશિના જાતકો પર અસર પડશે. જ્યારે કેટલીક રાશિઓને આ રાજયોગ ભયંકર લાભ કરાવી શકે તેમ છે. 

વૃષભ રાશિ

3/6
image

વૃષભ રાશિના જાતકો માટે આદિત્ય મંગળ રાજયોગ ખુબ શુભ ફળ આપશે. તમારા કામ ઝડપથી થશે. પ્રમોશન પણ મળી શકે છે અને પૈસો પણ. બિઝનેસ વધશે. ધનની જાણે વર્ષા થાય તેવા યોગ છે. 

મિથુન રાશિ

4/6
image

મિથુન રાશિના જાતકોને પણ ખુબ લાભ થશે. ભાગ્યનો સાથ મળશે. શેરથી લાભ થશે. અઢળક પૈસા મળી શકે છે. ઓફિસમાં કોઈ વધારાની જવાબદારી મળવાથી કામ વધશે પરંતુ ભવિષ્યમાં ફાયદો થશે. 

તુલા રાશિ

5/6
image

તુલા રાશિમાં જ આદિત્ય રાજયોગ બનશે અને આ લોકોને ખુશીઓ અને પૈસા મળશે. પિતાથી લાભ થશે. ધનલાભ થશે. ઉર્જાનું વધેલું સ્તર તમામ કામ પતાવે તેવા યોગ છે. 

(Disclaimer:

6/6
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.