12 મહિના બાદ ગ્રહોના રાજા સૂર્ય બનાવશે અદ્ભુત રાજયોગ, આ જાતકો થશે માલામાલ, પ્રગતિનો યોગ
Navpancham Rajyog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય અને વરૂણ એકબીજાથી 120 ડિગ્રી પર હશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ ત્રણ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
નવપંચમ રાજયોગ 2025

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય એક રાશિમાં આશરે 30 દિવસ સુધી રહે છે. તેવામાં કોઈને કોઈ ગ્રહની સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પાડશે, જેનાથી શુભ-અશુભ રાજયોગોનું નિર્માણ થશે. સૂર્યદેવ 16 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી મંગળ અને બુધ બિરાજમાન હશે. તેવામાં બુધાદિત્યની સાથે મંગળ આદિત્ય યોગનું નિર્માણ થશે. તો 20 નવેમ્બરે સૂર્ય વરૂણ ગ્રહની સાથે સંયોગ કરી શક્તિશાળી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં તમામ રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રભાવ જરૂર જોવા મળશે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધાર પર કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ સૂર્ય-વરૂણના નવપંચમ રાજયોગથી કયા જાતકોને લાભ થશે.
કર્ક રાશિ

આ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિના પાંચમાં ભાવમાં સૂર્ય અને વરૂણની યુતિ થઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને કેટલાક ક્ષેત્રમાં લાભ મળી શકે છે. રિસર્ચ સાથે જોડાયેલા જાતકોને વિશેષ લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વિજ્યાર્થીઓ માટે આ સમય લાભદાયક રહી શકે છે. બાળકોની એકાગ્રતામાં વધારો થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા માર્ગ ખુલશે. આ સાથે ભવિષ્ય માટે બચત કરવામાં સફળ રહેશો. તમારા કામની પ્રશંસા થશે.
સિંહ રાશિ

આ રાશિના જાતકો માટે સૂર્ય-વરૂણનો નવપંચમ રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના ચોથા ભાવમાં શુભ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. વાહન, પ્રોપર્ટી ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. સૂર્યની દ્રષ્ટિ દસમાં ભાવમાં પડી રહી છે. તેવામાં વેપાર અને કરિયરના ક્ષેત્રમાં લાભ મળી શકે છે. ગૃહસ્થ જીવન સારૂ રહેવાનું છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. માતાનું સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. માનસિક તણાવથી મુક્તિ મળી શકે છે.
તુલા રાશિ

આ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખુશીઓ લાવશે. આ રાશિમાં સૂર્ય ધનભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણથી સારો લાભ મળી શકે છે. સરકારી નોકરી મળવાનો યોગ બની રહ્યો છે. આ સિવાય સરકારી કામ કે પ્રોજેક્ટ મળી શકે છે. નાણાકીય સેક્ટરમાં સારો લાભ થઈ શકે છે. પરિવારનો સહયોગ મળી શકે છે, જેનાથી તમે સંતુષ્ટ જોવા મળી શકો છો.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos




