Astro Tips: જેના ઘરમાં આ યંત્ર હોય છે તે વ્યક્તિ જીવે છે ટાટા-બિરલા જેવી લાઇફ, ખુલી જાય છે કિસ્મતના તાળા

Surya Yantra Benefits: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર સૂર્ય યંત્રને તમામ નવ ગ્રહોથી ઉચ્ચતમ સૂર્ય ગ્રહ સાથે જોડીને જોવામાં આવે છે. તેમાં સૂર્યની લગભગ તમામ વિશેષતાઓ મળી આવે છે. તેના લીધે સૂર્ય યંત્રને ઘરમાં રાખવાથી ના ફક્ત બિઝનેસ પરંતુ નોકરીમાં પ્રગતિ જોવા મળે છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ કે સૂર્ય યંત્ર વ્યક્તિની જીંદગીમાં કેવો પ્રભાવ પાડે છે. 
 

સૂર્ય યંત્રના ફાયદા

1/6
image

સૂર્ય ગ્રહોનો રાજા ગણવામાં આવે છે. જો કોઇપણ વ્યક્તિની કુંડળીમાં મજબૂત હોય તો તે વ્યક્તિના જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવાથી કોઇ રોકી શકતું નથી. તે વ્યક્તિને પોતાના જીવનમાં ભાગ્યનો ભરપૂર સાથે મળે છે. સૂર્યની મજબૂત સ્થિતિ વ્યક્તિને જીવનમાં ધનવાન બનાવે છે સાથે જ સમાજમાં તેનું માન અને સન્માન પણ વધે છે. 

સૂર્ય યંત્રના ફાયદા

2/6
image

તો બીજી તરફ વાસ્તુ શાસ્ત્રના અનુસાર જો વ્યક્તિના ભાગને પ્રબળ બનાવવું છે તો તેને પોતાના ઘરે અથવા બિઝનેસની જગ્યા પર સૂર્ય યંત્ર રાખવું જોઇએ, જે તેની જીંદગીમાં ખૂબ સકારાત્મક પ્રભાવ પાડે છે. આવો જાણીએ કેવી રીતે.

શું છે સૂર્ય યંત્ર

3/6
image

વાસ્તુ શાસ્ત્રના અનુસાર સૂર્ય યંત્રના દર્શન માત્રથી તેનો લાભ મળે છે. સૂર્ય યંત્રને ઘરમાં એટલા માટે સ્થાપિત કરે છે જેથી સૂર્ય ગ્રહની શુભતા વિશેષ રૂપથી પ્રાપ્ત થઇ શકે. જો કુંડળીમાં સૂર્યની અશુભ સ્થિતિ હોય તો તે સૂર્ય યંત્રની પૂજા કરી તેને ઠીક કરવામાં આવે છે. 

ભાગ્યને મજબૂત કરે છે સૂર્ય યંત્ર

4/6
image

જો વ્યક્તિને પોતાના ભાગ્યને પ્રબળ બનાવવું છે તો તેને સૂર્ય યંત્રનો ઉપયોગ કરવો જોઇએ. જો મહેનત બાદ પણ વ્યક્તિનું કામ પાર પડતું અંથી તો તેને ઘરમાં સૂર્ય યંત્રને સ્થાપિત કરી પૂજા કરવી જોઇએ ત્યારબાદ તેને ભાગ્યનો સાથે મળવા લાગે છે. 

જોબમાં થશે પ્રગતિ

5/6
image

જો મહેનત બાદ નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત થઇ રહી નથી ઓ તેને પોતાની ઓફિસના ટેબલ પર જ્યાં કામ કરે છે ત્યાં સૂર્ય યંત્ર રાખો. દરરોજ ઓફિસ પહોંચતા તેની પૂજા કરો અને પછી પ્રગતિ તમારા કદમ ચૂમવા લાગશે. 

બિઝનેસમાં મળશે નફો

6/6
image

જો કોઇ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છે તો તેણે ઓફિસમાં વર્ક પ્લેસ પર સૂર્ય યંત્ર સ્થાપિત કરી કામ શરૂ કરતાં પહેલાં દરરોજ તેની પૂજા કરવી જોઇએ. તેનાથી બિઝનેસમાં નફો થવો નિશ્વિત છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)