COVID-19 થી સાજા થયેલા લોકોમાં Heart Attack નો ખતરો, આ લક્ષણ જોવા મળે તો તત્કાલ કરાવો ચેકઅપ

કોરોના વાયરસની પોસ્ટ સાઇડઇફેક્ટ્સ (Post side effects of Corona) ને લઈને લંડનમાં થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી  (University of Oxford) ના નિષ્ણાંતે દાવો કર્યો કે, કોરોનાથી સંક્રમિત થઈને સાજા થયેલા દર્દીઓમાં હાર્ટ એટેક  (Heart Attack) થી મોત થવાની સંભાવનાઓ વધુ છે. 

May 6, 2021, 06:19 PM IST
1/5

આવા દર્દીઓ કરાવે હાર્ટની તપાસ

આવા દર્દીઓ કરાવે હાર્ટની તપાસ

નિષ્ણાંતોએ જણાવ્યું કે, વિશ્વભરમાં કોરોનાના દરરોજ લાખો કેસ સામે આવી રહ્યાં છે. તેમાંથી મોટાભાગના દર્દીની સારવાર ક્વોરેન્ટીનમાં ચાલી રહી છે, જ્યારે કેટલાક હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં છે. એક અભ્યાસ અનુસાર હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દીઓમાં બ્લડ ક્લોટ અને હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા જોવા મળી છે. તેથી આવા દર્દીઓએ જલદી ડોક્ટરનો સંપર્ક કરી તપાસ કરાવવી જોઈએ. બાકી સ્થિતિ ખરાબ થઈ શકે છે. 

2/5

કોઈ વ્યક્તિનું હાર્ટ ક્યારે ફેલ થાય છે?

કોઈ વ્યક્તિનું હાર્ટ ક્યારે ફેલ થાય છે?

ડો. નારંગે જણાવ્યુ કે,જ્યારે હ્યદયની માંસપેશિઓ લોહીને પંપ કરવાની ક્ષમતા ગુમાવવા લાગે છે કે પછી લોહીને પંપ કરવાનું ઓછુ કરી દે છે. તે સમયે રક્ત ધમનિઓ  (Blood Arteries) પાતળી થઈ જાય છેય જેનાથી લોહીનો યોગ્ય પ્રવાહ થઈ શકતો નથી. આમ ન થવા પર હાર્ટ એટેક આવે છે. પરંતુ સમય પર આ સમસ્યાની જાણ થાય તો દર્દીની સારવાર સરળતાથી કરી શકાય છે. 

3/5

આ રીતે થાય છે હાર્ટના દર્દીઓની સારવાર

આ રીતે થાય છે હાર્ટના દર્દીઓની સારવાર

ડોક્ટર નારંગે જણાવ્યુ કે, શરૂઆતી દિવસોમાં હાર્ટ દર્દીની સારવાર દવાઓ દ્વારા થાય છે. પરંતુ હાર્ટ ફેલિયરની સ્થિતિ બને તો વેન્ટ્રિકુલર અસિસ્ટ ડિવાઇસ (LVAD) નામની ડિવાઇસ લગાવવામાં આવે છે, જે લોહીને યોગ્ય રીતે પંપ કરવામાં મદદ કરે છે. આ સિવાય દર્દીઓનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. 

4/5

હાર્ટ ફેલ થવાના લક્ષમ શું છે?

હાર્ટ ફેલ થવાના લક્ષમ શું છે?

હાર્ટ ફેલ થવાના અનેક લક્ષણ હોય છે. જેમ કે શ્વાસ લેવામાં મુશ્કેલી, નબળાઈ, થાક, પગની ઘૂંટી અને પગમાં સોજો, અનિયમિત અથવા ઝડપી ધબકારા, કસરત કરવામાં તકલીફ, સતત ઉધરસ, ઝડપી વજન વધવું, ભૂખ ઓછી થવી, વધારે પડતો પેશાબ કરવો વગેરે.

5/5

આવા દર્દીઓ તત્કાલ કરાવે હ્યદયની તપાસ