lgloo cafe: એક સાથે 16 મહેમાન બેસી શકે તેવું છે આ ઈગલુ કેફે, PHOTOS જોઈને મંત્રમુગ્ધ થઈ જશો

સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીરમાં લોકો હિમવર્ષાનો આનંદ લેવા માટે જતા હોય છે અથવા સ્નોસ્લાઈડિંગ(snosliding)કરવા જતા હોય છે.પરંતુ ઈગલુમાં રહેવાનું અને તેમા જમવાનો કે કોફીનો આનંદ માણવાની મજા જ કઈક ઓર છે.

જમ્મુ-કશ્મીર (Jammu and Kashmir)ની ઠંડીએ પાછળના કેટલાક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે.અહીં અમુક અમુક વિસ્તારોમાં સતત હિમવર્ષા (Snowfall)થઈ રહી છે.આ મોસમનો ફાયદો ઉઠાવવામાં આવ્યો અને ગુલમર્ગમાં કાશ્મીરમાં પહેલું ઈગલુ કેફે (Kashmir's First Igloo Cafe) બનાવવામાં આવ્યું.

કાશ્મીરમાં બરફથી બનાવાયું કેફે

1/6
image

આ કેફે ગુલમર્ગના એક હોટલ માલિક વસીમ શાહે તૈયાર કરાવ્યું છે જેને 25 તારીખથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.આ કેફે બરફથી બનાવવામાં આવ્યું છે.

લિમ્કા ઈબૂકમાં નામ આવે તેવી આશા

2/6
image

આ ઈગલુ 22 ફૂટ પહોળું અને 13 ફૂટ લાંબુ છે.આ ઈગલુને બનાવવામાં 15 દિવસનો સમય લાગ્યો.લોકોને આશા છે કે આ ઈગલુ કેફેની નોંધ લિમ્કા ઈબૂકમાં લેવામાં આવશે અને એશિયાના સૌથી મોટા ઈગલૂ કેફે તરીકે તેની નોંધણી થશે.

કેફેમાં 16 ગ્રાહકો એક સાથે બેસી શકે છે

3/6
image

આ ઈગલૂની ખાસીયત એ છે કે આ કેફેની અંદર એક સાથે 16 ગ્રાહકો બેસી શકે છે.આ દિવસોમાં ઈગલૂ કેફેની ખૂબ ચર્ચા થઈ રહી  છે.

દેશના ખૂણે ખૂણામાંથી આવશે પ્રવાસીઓ

4/6
image

કેફે માલિકને આશા છે કે આવનારા સમયમાં ખૂણે-ખૂણાથી પ્રવાસીઓ ગુલમર્ગમાં બનાવવામાં આવેલા આ અનોખા ઈગલૂ કેફેને જોવા આવશે.  

દરેક માધ્યમથી પ્રવાસીઓને કરાય છે પ્રમોટ

5/6
image

જમ્મુ-કશ્મીરનો પ્રવાસન વિભાગ પોતાની કમાણીમાં વધારો કરવાના પુરા પ્રયત્નો કરી રહ્યો છે.પ્રવાસન વિભાગ દેશભરમાં રોડ શોથી પ્રવાસનને પ્રમોટ કરે છે.આ ઉપરાંત આકર્ષક ઓફરો આપીને જાહેરાતો કરવામાં આવી રહી છે.

કેવી રીતે આવ્યો આગલૂ કેફે બનાવવાનો આઈડિયા

6/6
image

હોટલ માલિકે જણાવ્યું કે તે હિમ વર્ષા સમયે શ્રી નગરમાં પોતાનું ઘર બનાવી રહ્યા હતા તે સમયે તેમને ઈગલૂ કેફે બનાવવાનો વિચાર આવ્યો.આ આઈડિયા આવ્યા બાદ તેમને નેટમાં ઈગલૂ બનાવવાની રીતો સર્ચ કરી અને પછી એક દિવસ પોતાની હોટની બહાર ઈગલૂ કેફે બનાવી દીધું.