ગુજરાત: તાનારીરી સંગીત મહોત્સવમાં સર્જાયા 3 નવા અનોખા વર્લ્ડ રેકોર્ડ...

ગુજરાતના વડનગર ખાતે આયોજીત થાય છે તાતારીરી સંગીત મહોત્સવનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે.

Nov 6, 2019, 10:41 PM IST

તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું.બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાય છે. જો કે આ વર્ષનો તાના રીરી મહોત્સવ અનોખો રહ્યો હતો. અનોખો એટલા માટે કારણ કે 3 વર્લ્ડ રેકોર્ડ એક સાથે સ્થાપિત થયા હતા. 

1/7

વર્ષ ૨૦૧૦થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી.

2/7

તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે.

3/7

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે.

4/7

૨૦૧૯નો તાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે અશ્વિની ભીડે દેશપાંડે તથા પિયુ સરખેલને ફાળે ગયો હતો.

5/7

દરમિયાન ૩૦ મિનીટમાં ૧૦૮ વાંસણી વાદકો અલગ અલગ ૨૮ રાગ ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી રેકોર્ડ સર્જાયો હતો.

6/7

એક મીનીટમાં કલાગુરૂ શીતલબેન બારોટ ૦૯ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડ રચ્યો હતો.

7/7

એક કલાકમાં ૧૦૦ તબલા વાદકો દ્વારા ૪૮ અલગ અલગ ઠાઠ વગાડી વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો.