અમદાવાદ એરપોર્ટ પર ફરી જોવા મળી ટેક્સીની લાંબી લાઈન, એરપોર્ટ પર આવાગમન માટે અપાઈ છે છૂટ

લોકડાઉન 4.0 દરમિયાન આપવામાં આવેલી કેટલીક છૂટછાટમાં આજથી ટેક્સીને એરપોર્ટ પર આવાગમન માટે છૂટ આપવામાં આવી છે. મુસાફરો ઘરથી એરપોર્ટ અને એરપોર્ટથી ઘર સુધી પહોંચી શકે તે માટે અમદાવાદમાં ટેક્સીચાલકોને છૂટ આપવામાં આવી છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ બહાર ટેક્સીઓની લાંબી લાઈન જોવા મળી છે. 

May 25, 2020, 08:11 AM IST

અતુલ તિવારી, અમદાવાદ: લોકડાઉન 4.0 દરમિયાન આપવામાં આવેલી કેટલીક છૂટછાટમાં આજથી ટેક્સીને એરપોર્ટ પર આવાગમન માટે છૂટ આપવામાં આવી છે. મુસાફરો ઘરથી એરપોર્ટ અને એરપોર્ટથી ઘર સુધી પહોંચી શકે તે માટે અમદાવાદમાં ટેક્સીચાલકોને છૂટ આપવામાં આવી છે. જેને પગલે અમદાવાદ એરપોર્ટ બહાર ટેક્સીઓની લાંબી લાઈન જોવા મળી છે. 

1/7

એરપોર્ટના પાર્કિંગ એરિયામાં પણ ટેક્સી મોટી સંખ્યામાં આવી પહોંચી છે. 

2/7

આજથી અમદાવાદ એરપોર્ટ કાર્યરત થયું છે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ઓપરેશન શરૂ થઈ ગયા છે. એરપોર્ટ પર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યો છે.

3/7

ડોમેસ્ટિક વિમાની સેવા દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે.  

4/7

આજથી એરપોર્ટ પરથી રોજની 90 ફ્લાઇટ ઓપરેટ થશે. 45 ફ્લાઇટ અન્ય રાજ્યોમાં જશે તો 45 ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર અન્ય રાજ્યોમાંથી આવશે. સવારે 6 વાગ્યે પ્રથમ ફ્લાઇટ તો રાત્રે 10.15 વાગ્યે છેલ્લી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરશે. 

5/7

આવા મુસાફરોએ 14 દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર પણ રાજ્યના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે. 

6/7

કોઈ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાશે. જે મુસાફરોમાં સામાન્ય અથવા તો ગંભીર લક્ષણો દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરાશે. 

7/7

જે મુસાફરોમાં હળવા લક્ષણો જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ અપાશે. સરકારી કે ખાનગી ક્વૉરેન્ટાઈન પછી ICMR ના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. આઈસોલેશનના સમયગાળા દરમિયાન મુસાફર જો કોરોના પોઝિટિવ જણાશે તો તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં મુકાશે.