જેનો ભય હતો એ જ થશે! આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં થશે રમણભમણ! જાણો આગામી 6 દિવસની આગાહી
Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એક આગાહી કરવામાં આવી છે. કેટલાક રાજ્યમાં હિટવેવની તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હજું ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદની આગાહી કરાઈ છે. આગામી 6 દિવસ ગરમી માટે હિટવેવની આગાહી કરાઈ છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઇ ઓરેન્જ અલર્ટ સાથે હિટવેવની આગાહી કરી છે. જ્યારે કચ્છ, રાજકોટ અને, જૂનાગઢમાં યેલો અલર્ટ સાથે આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી છે.
આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ અલર્ટ સાથે હિટવેવની આગાહી છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી ઊંચું તાપમાન નોંધાયું છે.
ફરી એકવાર અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસમાં અસહ્ય ગરમી અનુભવાશે. હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમી મામલે એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, કચ્છ, જૂનાગઢ , ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આગામી એક સપ્તાહ સુધી સૌરાષ્ટ્રમાં ભારે ગરમી અનુભવાઈ શકે છે. એક સપ્તાહ સુધી યલો એલર્ટની ચેતવણી જાહેર કરાઈ છે.
આજે રાજ્યના પૂર્વ અને દક્ષિણના જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ અને છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જ્યાં વરસાદની આગાહી કરી છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવે તમે એ પણ જાઈ લો ક્યાં-ક્યારે વરસાદ પડવાનો છે...તો 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે...તો વાત ત્રણ એપ્રિલની કરીએ તો, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહીની અસર પણ ગુજરાતમાં દેખાવા લાગી છે. ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે...સુરત, વાપી, વલસાડ અને નવસારીમાં કાળાદિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે. ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવી સંભાવના છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જો વરસાદ આવ્યો તો ગરમીથી શહેરીજનોને રાહત અવશ્ય મળશે...પરંતુ આ વરસાદ ખેડૂતો માટે નવી આફત લઈને આવશે તે નક્કી છે. હાલ કેરી અને ચીકુની સિઝન છે. આ બન્ને પાકમાં જો નુકસાન જશે તો કેરીની મીઠાશ લોકોને મોંઘી પડશે.
સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેટલીક જગ્યાએ ગરમીનું મોજું, ઝરમર વરસાદ અને ગરમી જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. આગામી દિવસોમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 2-3 દિવસમાં UP, દિલ્હી-NCR, બિહાર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તાપમાન વધુ વધશે. આગામી 24 કલાક દરમિયાન વિદર્ભ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઘણી જગ્યાએ તોફાન સાથે વીજળી પડવાની ચેતવણી પણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
આમાંના ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની સાથે કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. કેરળ અને કર્ણાટકમાં 3 થી 6 એપ્રિલ વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. આગામી 2 દિવસ પહાડી રાજ્યોમાં વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે. આવતીકાલથી યુપીમાં તાપમાનમાં વધારો થશે. હાલમાં હવામાન સામાન્ય રહેશે. પશ્ચિમ યુપીમાં હવામાન હાલ શુષ્ક રહેશે, વરસાદની કોઈ શક્યતા નથી. બિહારના જિલ્લાઓમાં પણ આવુ જ હવામાન રહેશે. રાજસ્થાનમાં તાપમાન સતત વધી રહ્યું છે, વિભાગે આગામી સપ્તાહ સુધી અહીં ગરમીનું મોજું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 5 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. અલવર અને ભરતપુરના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો થશે, ત્યારબાદ હીટ વેવની શક્યતા છે.
આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઈને વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ અનુસાર, વિભાગે 3 એપ્રિલે ચંબા, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડા અને કિન્નૌરમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી જારી કરી છે. જમ્મુ અને કાશ્મીર અંગે પણ આ જ ધારણા કરવામાં આવી છે. છેલ્લા 2-3 દિવસથી તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. ઓડિશામાં પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે, જે સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ છે. વિભાગે આ રાજ્યોમાં તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ભારતના કેટલાક ભાગોમાં 19 માર્ચ સુધીમાં પ્રી-મોનસૂન સક્રિય થવાની ધારણા છે.
Trending Photos