માનવામાં નહીં આવે પણ મોડલે 13 કરોડ ખર્ચી આ ખાસ અંગનો કરાવ્યો વીમો

બ્રાઝિલિયા: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વ્યક્તિ તેના શરીરના જુદા જુદા ભાગોનો વીમો લે છે? પરંતુ તાજેતરમાં તે બન્યું છે. 'ડેઇલી સ્ટાર'ના અહેવાલ મુજબ, બ્રાઝિલની એક મોડલ નાથી કિહારા (Nathy Kihara) એ 13 કરોડ રૂપિયા ખર્ચીને તેના બટનો વીમો (Insurance) કરાવ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આ મોડલે Miss Butt World નો ખિતાબ પણ જીત્યો છે.

આ રીતે બની Miss Butt World

1/4
image

નાથી કિહારા 35 વર્ષની છે. થોડા દિવસો પહેલા જ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર યોજાયેલી સ્પર્ધામાં અન્ય તમામ સ્પર્ધકોની સરખામણીમાં તેને સૌથી વધુ લાઈક્સ (વોટ) મળ્યા હતા. આ પછી કિહારાને મિસ બટ વર્લ્ડ તરીકે પસંદ કરવામાં આવી હતી.

શરીરના આ ભાગનો કરાવ્યો વીમો

2/4
image

કિહારા તાજેતરમાં ફરી ચર્ચામાં છે કારણ કે હવે તેણે એક એવી જાહેરાત કરી છે જેની કોઈને અપેક્ષા નહોતી. મિસ બટ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ 35 વર્ષીય કિહારાએ પોતાના બટનો વીમો કરાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેણે 1.3 મિલિયન પાઉન્ડ (12 કરોડ 95 લાખ રૂપિયા) ખર્ચ્યા છે. મતલબ, કિહારાએ લગભગ 13 કરોડ રૂપિયા ચૂકવીને તેના એક અંગનો વીમો કરાવ્યો છે.

હજુ પણ સંતુષ્ટ નથી મોડલ

3/4
image

આવું પગલું ભર્યા બાદ કિહારા કહે છે, 'હું મારા બટના કારણે ફેમસ છું. મેં આ ટાઇટલ જીત્યું છે. તેથી જ વીમો લેવાયો છે. નોંધનીય છે કે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બટનો ખિતાબ જીતનાર કિહારા હજુ પણ તેના બટના કદથી સંતુષ્ટ નથી, તે તેની સાઈઝને વધુ વધારવા પર કામ કરવા માંગે છે.

દુનિયા છે દીવાની

4/4
image

તમને જણાવી દઈએ કે નાથી કિહારાની દુનિયાભરમાં ઘણી ફેન ફોલોઈંગ છે. તે તેના બોલ્ડ અદાઓને કારણે યુવાનોના દિલ પર રાજ કરે છે. જો તે ઈન્સ્ટાગ્રામ પર કંઈપણ પોસ્ટ કરે છે, તો એક સેકન્ડથી પણ ઓછા સમયમાં લાઈક્સ અને કોમેન્ટ્સનું પૂર આવી જાય છે. તેણે ટાઈટલ જીત્યા બાદ એક તસવીર અપલોડ કરી છે. જેના પર હજારો લાઈક્સ અને કમેન્ટ્સ આવી છે. કિહારાના ઇન્સ્ટાગ્રામ પર 560 હજાર ફોલોઅર્સ છે. તેની દરેક પોસ્ટ પર હજારો યુઝર્સ પ્રતિક્રિયા આપે છે.